________________
૪૪૮
મહામાભાવિક અવસ્મરણ.
કાવ્ય. ૩૭– *द्धि-ॐ ह्रीं अहं णमो सवोसहिपत्ताणं ।
मन्त्र-ॐ नमो भगवति अप्रतिचक्रे ऐं क्लीं लू ॐ ह्रीं मनोवांछित सिद्धयै नमो नमः अप्रतिचक्रे ह्रीं ठः ठः स्वाहा ।।
યત્ર–મધ્યમાં ગોલાકાર ખાનું કરીને ચાર દિશાએ ચાર અર્ધ ચંદ્રાકાર અને એજ પ્રમાણે પાંચ ખાનાનો ગેલાકાર યંત્ર કરીને તેની મધ્યમાં ૩ૐ શ્રીં હ્રીં જૈ જૈ આ મંત્રાક્ષની સ્થાપના કરીને, તેના ઉપર ગોળ વલય દઈને, તેના ઉપર બાર દૌકાર વીંટીને. તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ મન્ત્ર વીટીને, તેના ઉપર વલય દઈને, યંત્ર સંપૂર્ણ કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૫
વિધિ આ કાવ્ય, દ્ધિ મન્નનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી દુર્જનના વાક્યનું સ્થંભન, સર્વજનને ન્યાય કર્તા વચનનું બોલવાપણું અને કીતિ તથા યશની વૃદ્ધિ થાય છે. વળી આ વિધિથી સાધના કરવી–પવિત્ર થઈ સફેદ વસ્ત્ર પહેરી, વિધિપૂર્વક પૂજા સામગ્રી સર્વ કરીને, ઉત્તર દિશાએ ચકેશ્વરીની સ્થાપના કરીને આંબાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, પહેલાં બતાવી ગયા છીએ તે વિધિથી પૂજા કરીને, સફેદ ફૂલથી પૂજન કરીને, પછી ગુગલ, કપૂર, કસ્તુરી તથા કેસર સહિત ૧૦૦૮ એક હજાર આઠ ગુટીકા કરીને, એક ગુટીકાને એક કાવ્ય, અદ્ધિ, મન્નથી મન્ત્રીને ધૂપમાં હોમવી, એ પ્રમાણે ૧૦૦૮ એક હજાર આઠ ગુટકાઓને હામ કરવાથી માત્ર સિદ્ધ થાય છે. માત્ર સિદ્ધ થયા પછી નિત્ય ૨૧ એકવીશ વખત મન્ચનું સ્મરણ કરીને, યંત્રનું પૂજન કરવાથી અને ૨૧ ગુટીકા હોમવાથી શત્રુ નમે. - તંત્ર:–અશ્વિની નક્ષત્રમાં ઘોડાના હાડકાંને ખીલે સાત આંગળ પ્રમાણ શત્રુના ઘેર નાખવાથી(દાટવાથી) તે વશ થાય છે.
- ઈતિ સપ્તત્રિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસૂરિ કૃત ૩૭ મા યંત્રની વિધિ –
આ યંત્ર અષ્ટગંધથી ભાજપત્ર પર પુષ્યાકે અથવા શુભ દિવસે લખીને, રૂપાના માદળીમાં નાંખીને દૂધ, દહીં તથા ઘી એ ત્રણ મથે ત્રણ ત્રણ દિવસે રાખીને. પછી માદળીયું મસ્તકે ધારણ કરવાથી અને વળી આ યંત્ર આંબાની પાટલી પર ન લખી અષ્ટગંધ, ફૂલ સફેદ, નિવેદ, ફલ વગેરેથી પૂજન કરે તે દુજેન વશ થાય છે. સર્વ જનને ન્યાય કરવાવાળા થાય, કીતિ અને યશની વૃદ્ધિ થાય. તથા શત્રુ મિત્ર થઈ જાય. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૪૬
૧ માં “બાર સીકાર લીંટવા' એ પાઠ છે. ૧ ઘમાં વિધિ આ પ્રમાણે છે:-“દ્ધિ, મન્ન વડે ૨૧ વાર પાણી મંત્રીને મૂખ પર છાંટવાથી અને યંત્ર પાસે રાખવાથી દુર્જન વશ થાય છે અને તેની જીભનું સ્થંભન થાય છે.”