________________
મહામાભાવિક નવસમરણ.
રણપાલને તથા તેના પુત્રને બાંધીને તે વખતે દિલ્હીના પાયતખ્ત પર રાજયકર્તા સુલતાન જલાલુદ્દીન ખીલજી પાસે લઈ જવામાં આવ્યા. રપાલને તેના પુત્ર સાથે જુના દિલ્હીમાં આવેલા કેદખાનામાં આખા શરીરે લોખંડની બેડીઓ જકડી પૂરી દેવામાં આવ્યું.
ત્યાં રહ્યા રહ્યા રણપાલે પવિત્ર મનથી ભક્તામર સ્તોત્રના બેંતાલીસમા શ્લોકનું નિરંતર સ્મરણ કરવાનું શરૂ કર્યું. સ્મરણ કરતાં કરતાં જ્યારે તે ક્ષેકનું દશહજાર વખત સ્મરણ થઈ રહ્યું તે વખતે રાત્રિના સમયે પગનાં નુપૂરના ઝણકાર કરતી, કમરે મણિમય કટિમેખલાને ધારણ કરેલી, સાક્ષાત્ કામદેવ જેવા સ્વરૂપવાળી, ગળામાં મેટાં અને નિર્મલ મેતીઓના હારને ધારણ કરવાવાળી, કમલના જેવી કેમળ હાથની આંગળીઓ પર રનમય મુદ્રિકાઓને ધારણ કરવાવાળી, ભમરાઓને સમૂહ જાણે એકઠા થયે હોય નહિ એવી શ્યામ અને નાગના જેવી લાંબી વેણી વાળી તથા શરીરે સોળે શૃંગાર સજેલી એવી સુંદર યુવતી આવીને બોલી કે –“હે વત્સ ! જલદી ઊભો થા અને તારા નગરે જા.”
રણપાલ બોલ્યો કે –“માતા ! તમે કેણ છે ? દેવી છે, માનુષી છે કે કોઈ વિદ્યાધરી છે ?”
તેણીએ કહ્યું કે –“ગરૂડના વાહનવાળી, શ્રીયુગાદિ જિનેશ્વરની ભક્ત તથા ભક્તામર સ્તોત્રનું સ્મરણ કરવા વાળાઓનું રક્ષણ કરવાવાળી દેવી ચકેશ્વરી છે, તે મારી સ્વામિની ચકેશ્વરીની આજ્ઞાથી અને પ્રેરણાથી તેણીની દાસી એવી હું તને કેદખાનામાંથી છોડાવવા આવી છું.”
રણપાલે જવાબ આપ્યો કે –“દવિ ! તમે જ મારે મન તે ચકેશ્વરી છે, પરંતુ હાથ અને પગમાંની બેડીઓથી જકડાએલે એ હું શી રીતે ઉઠી શકું ?”
દેવી બેલી –“હાથ અને પગને સ્પર્શ કર, તે બંધન વગરના જોઈ, પિતાના પુત્રને પણ તે જ રીતે બંધન વગરને જોઈ, બંને ઊભા થયા અને કેદખાનાના દરવાજા ઉઘાડવા જતાં દેવીએ નિષેધ કર્યો, કારણ કે તે ઉઘાડવાના અવાજથી પહેરેગીરો જાગી જાય. પછીથી દેવીએ બતાવેલાં પગથીએના રસ્તે કેટ ઉપર ચઢીને નીચે બિછાવેલી કોમળ શય્યા પર કુદકો મારી નીચે આવ્યા, પછી પિતાના ગામ પ્રત્યે ચાલવા લાગ્યા. અનુક્રમે પિતાના પુત્ર સાથે રણપાલ ક્ષેમકુશળ પિતાના સ્થાને આવી પહોંચ્યા. પછી પિતાનું વતન છેડીને ‘ચિત્રકૂટ” દુર્ગ પર સુરક્ષિત રીતે કુટુંબ સહિત તે રહેવા લાગ્યા અને સુખે કરીને કાળ નિગમન કરવા લાગ્યા.