________________
ભક્તામર સ્તોત્ર,
૪૦
સમકલોમી બેડી જડી પગથી છેક ગળા સુધીની,
તેની ઝીણું અણુથી જંગ ઘસાય જેની; એવા અહેનિશ જ છે તુજ નામ મન્ન,
તોતે જ તુરત થાય રહીત બંધ –૪૬ લેકાર્થ –જેઓનાં શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળથી બાંધેલા હોય અને જેઓની જઘાઓ બેડીના અગ્રભાગથી અત્યંત ઘસાતી હાય, એવા મનુષ્ય પણ હે સ્વામી ! નિરંતર તમારા નામરૂપ મન્વનું સ્મરણ કરવાથી તત્કાળ પિતાની મેળે જ બંધનના ભય રહિત થઈ જાય છે.-૪૬
વાર્તા ૨૮ મી લોક ૪૬ મે. શ્રી “અજમેરૂદંગની ફરતાં ઘણું ગામડાંઓ રણપાલ” નામના એક દાનેશ્વરી અને વિનયવાન રાજપુત્રના તાબામાં હતાં, તે કોઈ જન સાધુના સહવાસથી પોતે ભદ્રકસ્વભાવી હોવાથી નિરંતર ભક્તામરસ્તવ તથા પંચપરમેષ્ઠિ મન્ત્રનો પાઠ કરતો હતો.
ભક્તામરસ્તવના પ્રભાવથી અને શ્રીયુગાદિજિનની ભક્તિથી તે મુસલમાનેથી જીતી શકાતું ન હતું, એક વખત છલથી અજમેરના અમીરે તેને તેના પુત્ર સહિત બાંધી લીધે. કલિયુગનું માહાસ્ય જ એવું છે. કહ્યું છે કે –
"सीदन्ति सन्तो विलसन्त्यसन्तः
पुत्रा नियन्ते जनकश्चिरायुः । परेषु मैत्री स्वजनेषु रोषः
पश्यन्तु लोकाः कलिखेलितानि ॥१॥ सङ्कचन्ति कलौ तुच्छाः, प्रवर्धन्ते महाधियः ।
* ग्रीष्मे सरांसि शुष्यन्ति, कामं वार्धिस्तु वर्धते ॥२॥ અર્થાત–સપુરૂષે દુઃખી થાય છે અને અસપુરૂષ આનંદ કરે છે. પુત્રો મરી જાય છે, જ્યારે પિતા લાંબા કાળ જીવે છે. અન્ય સાથે મિત્રી થાય છે, ત્યારે સ્વજેમાં વિર થાય છે. આ સઘળા કળિયુગના નાટકને લોકેએ વિચાર કરવો જોઈએ.
કળિયુગમાં તુચ્છ પુરૂષે સંકોચ પામે છે, અને મહાન બુદ્ધિવાળા વધે છે. જેમ ગ્રીષ્મરૂતુમાં સરોવર સૂકાય છે અને સમુદ્ર વધે છે.
૧. ૪ તથા માં રાજપુત્રનું નામ “રણધીર છે.