________________
૪૦૪
મહામાભાવિક અવસ્મરણ. કલાવતીએ આ બધું નજરે જોયું અને સાંભળ્યું, તેત્રના પ્રભાવથી પ્રત્યક્ષ થઈને આ બધું ચક્રેશ્વરી દેવીએ કર્યું હોય એમ જાણીને, તેણીએ ત્યાં રહેલા ગોકુલમાંથી છાશ લાવીને છાશ અને રાઈ પાઈને પોતાના પતિની વ્યાધિને ઉપશમાવી દીધી. પછીથી રાજહંસકુમાર પિતાના મૂલરૂપને પામ્યો અને રાફડામાં તેલ રેડીને ધન લઈ લીધું. પછી કલાવતીએ ચકેશ્વરીને પ્રભાવ અને સર્વે સંબંધી બધી વાત કહી. પછી રાજહંસકુમારે પિતાના માતપિતાના નામ વગેરે કહ્યાં.
રાજશેખર રાજા દિગ્વિય માટે ગએલો તે કાર્ય સિદ્ધ કરી પોતાની રાજધાનીમાં પાછા . નગરમાં આવી પોતાના જેઠ પુત્રની દુર્દશાની ખબર સાંભળી તે અત્યંત દુઃખી થયે અને પુત્રની શોધ કરવા માટે રાજ્યકામમાં કુશળ અને સ્વામિભક્ત માણસેને મોકલ્યા. તે લેકે શેાધતા શોધતા જ્યાં રાજકુમાર તથા કલાવતી રહેલાં છે ત્યાં આવી પહોંચ્યા. રાજ્યકારભારીઓએ રાજકુમારને પુત્રવિયેગથી રાજાને થતા દુઃખ અને ચિંતા કહી સંભળાવ્યાં. પોતાના લીધે પિતા દુ:ખી થાય છે, તે સાંભળી તેને પણ દુઃખ થયું અને તે જ વખતે ત્યાંથી પત્ની સાથે ચાલી નીકળે; અને થોડા વખતમાં જ પિતા પાસે આવી પહોચે.
રાજશેખર રાજા પિતાના પુત્રને પત્ની તથા ધન સાથે આવતા દેખીને ખુબ હર્ષિત થયે અને પુત્રને જોતાંની સાથે જ ભેટી પડ્યો. રાજહંસકુમારને દુઃખી કરનાર પિતાની પટ્ટરાણુ કમલા જ છે, તેમ જાણી તેણીને કાઢી મૂકી અને રાજહંસ કુમારને પોતાની રાજ્યગાદી સોંપી.
હસ્તિનાપુરના રાજા માનગિરિને ખબર પડી કે રાજહંસ આરોગ્ય મેળવી મહારાજા થ છે અને હારી પુત્રી કલાવતી મહારાણી થઈ છે; આ પ્રમાણે ખબર મળવાથી એને નિશ્ચય થયા કે મનુષ્ય પ્રયત્ન કર્મની અનુકુળતા વિના સફળ થત નથી, જે કાંઈ બને છે તે શુભાશુભ કર્મની અનુકુળતાથી જ બને છે. આ પ્રમાણે સમજીને પોતાની પુત્રી કલાવતીને બોલાવી, પોતાના અપરાધ માટે તેણીને ખમાવી. રાજહંસ રાજા જૈનધર્મની આરાધના કરી પોતાની મનુષ્ય જીદગી સફલ કરવા લાગ્યો. મન્નાસ્નાયઃ–38 દૃ દ રિંદ્ધિ ઉદ્ધિ ગુજ્જુ ગુજુ સ્વદા | આ મન્નાક્ષર જપવાથી સર્વ રોગના કષ્ટ દૂર થાય છે, आपादकण्ठमुरुशृङ्खलवेष्टिताङ्गा
गाढं बृहन्निगडकोटिनिघृष्टजङ्घाः । त्वन्नाममन्त्रमनिशं मनुजाः सरन्तः
सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥४६॥