________________
૨૮૩
ભક્તામર સ્તોત્રભયંકર સિંહને આવતે જોઈને દેવરાજના સાથીઓ ભય પામીને દેવરાજની પાછળ પાછળ ભરાઈ ગયા.
પિતાની સન્મુખ જાણે સાક્ષાત્ કાળ હોય તેવા ભયંકર સિંહને આવતે જોઈને દેવરાજ પણ પહેલાં તે ગભરાઈ ગયા, પરંતુ તુરત જ પિતાના ગુરૂએ શીખવેલા ભક્તામર સ્તોત્રના ૩લ્મા શ્લોકનું મન્ચ સાથે ચિંતવન કરવા લાગ્યો. તે ચિંતવનના પ્રભાવથી તત્કાળ તે વિકાળ સિંહ એક નાના શિયાળવાની માફક શાંત બન્યા અને જેમ યોગીરાજ પ્રચંડ કામદેવને પિતાને વશ કરે છે, તેવી જ રીતે તેણે સિંહને વશ કર્યો. હિંસક છતાં કરૂણાવાળે, કીધી છતાં ક્ષમાવાળે, સિંહ જાણે મસ્તક ઝુકાવી નમસ્કાર કરતો હોય તેમ શાંતિથી ઊભો રહ્યો.
આવું અદ્ભુત આશ્ચર્ય જોઈને સાર્થવાહ વગેરે સાથીદારો બહુ જ ખુશી થયા, મૃગરાજ પણ સ્તુતિ કરવા લાયક એવા દેવરાજને નમન કરીને તેણી આગળ પિતાના પંજામાંથી ત્રણ અમૂલ્ય મૌક્તિકો નાખીને પિતાના સ્થાનકે ગયે. બધા લોકો તેના મન્ત્ર પ્રભાવથી રાજી થયા, તે શ્રીષભદેવ ભગવાનના સ્તવનનો મહિમા છે એમ દેવરાજે કહીને, સાથે આવેલા બધા માણસોને ધર્મોપદેશ આપતાં
"विपदि धैर्यमथाभ्युदये क्षमा
सदसि वाक्पटुता युधि विक्रमः । यस चाभिरुचिर्व्यसनं श्रुतौ
प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥१॥ वाञ्छा सज्जनसङ्गमे परगुणे प्रीतिगुरौ नम्रता
विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद् भयम् । भक्तिश्चार्हति शक्तिरात्मदमने संसर्गमुक्तिः खले
__ यत्रैते निवसन्ति निर्मलगुणाः श्लाध्यास्त एव क्षितौ ॥२॥" અર્થાત્ –વિપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં બોલવાની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશની ઈચ્છા, શાસ્ત્ર શ્રવણમાં અભિરૂચિ, આ બધા મહાત્માઓના સ્વાભાવિક ગુણો છે.
સજજની મૈત્રીની ઈચ્છા, પારકાના ગુણોમાં પ્રેમ, ગુરૂ-મેટાઓ પાસે નમ્રતા, વિદ્યામાં વ્યસન, પિતાની સ્ત્રીમાં જ પ્રીતિ, લેકાપવાદનો ડર, તીર્થંકરની ભક્તિ, ઈન્દ્રિયોને દમવાની શક્તિ, દુષ્ટ પુરૂષોની સોબતનો અભાવ આ સઘળા નિર્મળ ગુણો જેનામાં વસે છે તે પુરૂષે પૃથ્વીમાં પ્રશંસનીય છે.