________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
મન્ત્રાન્નાયૐ ૐ ટ્ સ્વાહા । જ્યારે કાઈ હાથીનું સંકટ ઉપસ્થિત થાય ત્યારે આ મન્ત્રના જાપ કરવાથી સંકટ દૂર થાય છે. भिन्नभकुम्भगलदुज्ज्वलशोणिताक्तमुक्ताफलप्रकरभूषितभूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ||३९||
સમશ્લોકી
૩૦૨
ભેદી ગજે–શિર શ્વેત રૂધિરવાળા,
મેાતી સમૂહ થકી ભૂમિ દીપાવે એવા; દોડેલ સિંહુ તણી દોટ વિષે પડે જે,
ના તુજ પાદ ગિરિ આશ્રયથી મરે તે. ૩૯
શ્લાકાર્ય:-હાથીઓના ભેદ્દેલા કુંભસ્થળથી પડતાં શ્વેત અને લેાહીથી લિસ થએલાં ઉજવળ મેાતીના સમૂહવડે પૃથ્વીને વિભૂષિત કરનાર અને તલપ મારવા માટે પગને એકઠા કરી લપાઈને તૈયાર થએલા સિંહ પણ પેાતાની એક જ ફાળમાં આવે તેવા તમારા ચરણાશ્રિત સેવકને મારી શકતા નથી.—૩૯
વાર્તા ૨૨ મી શ્લોક
મા,
શ્રીપુર નામના એક સમૃદ્ધિશાળી શહેરમાં ‘દેવરાજ’નામના એક નિર્ધન શ્રાવક રહેતા હતા, જે હમેશાં ભક્તામરસ્તોત્રને પાઠ કરતા હતા.
એક દિવસે વ્યાપારાર્થે બીજા કેટલાએક વ્યાપારીઓની સાથે સાકેતપુર નામના નગર તરફ જવાને તે નીકળ્યેા. રસ્તે ચાલતાં ચાલતાં અનુક્રમે તે સિંહ, વાઘ, વરૂ, ચિત્તા, સર્પ, અજગર, વગેરે અનેક જીવેાથી વ્યાપ્ત એવા ભયંકર જંગલમાં આવી પહેાંચ્યા, અને તે જંગલને સામે છેડે પહેાંચાય તે પહેલાં રાત્રિ પડી જવાથી વનની મધ્યમાં પડાવ નાખવા પડયા; આવી સ્થિતિમાં આવી પડવાથી દેવરાજના બધા સાથીએ ગભરાઈ જઈ ભારે મુંઝવણમાં આવી પડયા.
તમામ લેાકેા ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બેઠા છે તેવામાં જ એક ભયકર સિંહ ગર્જના કરતા આવી પહોંચે. તે સિંહ મદ્દોન્મત્ત હાથીના કુંભસ્થળને વિદ્યારી તેના લેાહીમાં જાણે હાલમાં જ સ્નાન કરી આવતા હાય તેવેા, ભયકર પીળા નેત્રવાળે, દેખાવ માત્રથી વિકરાળ, તીક્ષ્ણમાં તીક્ષણ નખવાળા, ઉંચા પુંછડાને જમીન પર પછાડીને અવાજ કરતા અને ગર્જના કરતા કરતા આવતા હતા. આવા