________________
ભક્તામર સ્તાત્ર.
૩૮૧
તથા રાજકુમારીને ભયથી મુક્ત કરનાર સોમરાજને જોઈ બહુ જ ખુશ થયેા, પણ સોમરાજને પરદેશી તથા અજ્ઞાતકુળને જાણી રાજા વિચારવા લાગ્યા કેઃ—જેના કુળની જ્ઞાતિની કે આચારની ખબર નથી તેવા અજાણ્યા પરદેશી પુરુષને મારી પુત્રી હું કેવી રીતે આપું? અને આપું તે ચેાગ્ય નહિ, માટે એને ઈનામમાં સારૂં દ્રવ્ય આપી સ ંતેાષ પમાડી વિદાય કરૂં.”
એક તરફ રાજા આ પ્રમાણે વિચાર કરે છે, ત્યારે બીજી બાજુ રાજપુત્રી પેાતાના મ્હેલના ઝરૂખામાંથી સામરાજને જોઇને તેના પરના માહથી વધુને વધુ આસક્ત થઈ રહી હતી, કારણકે સામરાજનું સૌન્દર્ય કામદેવથી પણ અધિક હતું. જ્યારથી કુંવરીએ સામરાજને જોચે ત્યારથી તેની માનસિક સ્થિતિ અગડી અને માનસિક તેમજ શારીરિક સ્થિતિ પણ બગડતી ગઇ. અમુક વખતે સામરાજને ઇનામ આપવામાં આવશે એમ કહી રાજાએ થાડા વખતને માટે સામરાજને ત્યાંથી વિદાય કર્યાં, પરંતુ રાજકુમારીના હૃદયમાંથી તે દૂર થયા નહિ.
રાજકુમારીએ ખાવા-પીવાનું, ખેલવા-ચાલવાનું, હાસ્યવિનાદ, વસ્ત્રાભૂષણ ધારણ કરવાનું, સંગીત–વિનાદ અધ કરી દીધાં. આ સ્થિતિ રાજાના જાણવામાં આવી અને રાજાએ અનુમાન કર્યું કે તેને કેાઈ શારીરિક વ્યાધિ લાગુ પડયા હશે અથવા તા ભૂત, પિશાચ યા યક્ષ વળગ્યા હશે. એમ ધારીને માન્ત્રિકે તથા વૈદ્યોને ખેલાવી ઘણા ઘણા ઉપચારો કરાવ્યા. અનેક ઉપચારો કરવા છતાં પણ જ્યારે કાંઇ પણ ઇચ્છિત પરિણામ ન આવ્યું ત્યારે રાજા ઘણું જ ઉદાસ થયેા અને હરકેાઈ ઉપાયે પુત્રીને શાંતિ થાય તેમ કરવા નિશ્ચય કર્યો અને તેથી તેણે નગરમાં ઢઢેરા ફેરવ્યેા કેઃ—જે કાઇ રાજપુત્રીને વ્યાધિમુક્ત કરશે તેને મારા રાજ્યના ચાથા ભાગ અને એજ પુત્રી હું અર્પણ કરીશ–પરણાવીશ.”
ઢઢેરા સાંભળી સોમરાજ રાજમહેલમાં આવી પહોંચ્યા અને રાજકુમારીના નજરે આવ્યેા. સામરાજે કુવરીના ચિત્તની પરવશ સ્થિતિ સમજી માહ્ય દેખાવની ખાતર એક ચત્ર કરી, ચેાગિની મંડલમાં બેસાડીને, ૐ હું ટ્ સ્વાTMા વગેરે મન્ત્રપદેનું ચિંતવન કરવા લાગ્યા, એટલે જેમ કેાઈને સર્પ કરડયા હાય ને મન્ત્રપ્રભાવથી તે વિષમુક્ત થઈ જાય છે, તેમ રાજપુત્રી પણ એકાએક સ્વસ્થ બની ગઇ.
આ બનાવ જોઇને રાજાને સતાષ થયા અને તે જ વખતે પેાતાના રાજ્યના ચેાથા ભાગ આપી મનોરમાને તેની સાથે પરણાવી દીધી. કેટલાએક સમય પછી સોમરાજ ને તેના વડીલનું રાજ્ય પણ મળ્યું અને એ મેાટા રાજ્યને મેળવીને તે સુખી થયા. રાજ્ય મળ્યા પછી ગુરૂમહારાજના ઉપદેશાનુસાર આખા રાજ્યથાં હિંસાને નિષેધ કર્યાં, અને સોમરાજ પરમૌન રાજા થયા.