________________
૩૧૮
મહાપ્રાભાવિક નવસ્મરણ, સમચ્છેાકી
આશ્ચર્ય શુ ગુણજ સર્વ કદી મુનીશ! હારાજ આશ્રય કરી વસતા હુંમેશ ! ઢાષો ધરી વિવિધ આશ્રય ઉપજેલા,
ગર્યાદિકે ન તમને સ્વપ્ન દીઠેલા !–૨૭
Àાકા:-હૈ મુનીશ્વર! સમગ્ર ગુણેાએ નિરંતર આપના જ આશ્રય કર્યાં છે, તેમાં શું આશ્ચય છે ? કાંઈ જ નહીં. કેમકે અન્ય દેવાદિકરૂપ વિવિધ પ્રકારના આશ્રય મળવાથી જેમને ગર્વ ઉત્પન્ન થયા છે એવા રાગાદિક સમગ્ર દાષાએ કદાપિ સ્વપ્રમાં પણ તમને જોયા નથી. અર્થાત્ વિવિધ આશ્રય મળવાથી જેને ગર્વ થયેા હોય તે અન્યની સન્મુખ ન જ જીવે એ સ્વાભાવિક છે.—૨૭
વાર્તા ૧૮ મી લેાક ૨૭મા
દક્ષિણમાં આવેલી ગાદાવરી નદીના કાંઠે ‘પ્રતિષ્ઠાનપુર” નામે શહેર હતું, તે શહેરના હાલ' (સાતવાહન) નામના રાજા બળવાન, ત્યાગી, ગુણવાન, સર્વે કલાને જાણકાર તથા ભોગીજનામાં અગ્રેસર હતા. તે રાજાને માત્ર એકજ મહાદુ:ખ હતું, તેને બહુ બહુ મણિ, મન્ત્રાના પ્રયાગા કર્યા છતાં પણ પેાતાની મન:કામના પુરી થઈ નહિ.
પુત્રને માટે રાજાએ ઘણી ઘણી તપસ્યાએ કરીને શંકરની પૂજા આરાધના કરી, પરંતુ સ્વપ્રમાં પણ રાજાની આશા ફળી નહિ. આખરે શંકરની આરાધનાથી કાંઇ પણ કાર્ય સિદ્ધ નહી થાય એમ રાજાને લાગવાથી તેનું મન તે તરફથી ઊઠી ગયું, એવામાં ત્યાં કોઈ એક જૈનસાધુ વિહાર કરતા કરતા આવેલા તેને રાજાએ એ હાથ જોડી પ્રશ્ન કર્યાં કે:-મને પુત્રની પ્રાપ્તિ થશે કે નહિ ?”
મુનિમહારાજે કહ્યું કેઃ “હે રાજન! તમે તપસ્યાપૂર્વક એકચિત્તે ભક્તામર સ્તાત્રનું આરાધન કરેા કે જેનાથી ચર્ચોધરી દેવી તમારી મનેકામના પુરી કરશે.”
રાજાએ મુનિમહારાજના આ પ્રમાણેનાં વચને સાંભળી કમલ વગેરે ઉત્તમ પુષ્પાથી ઋષભદેવ ભગવાન તથા તેમના શાસનની અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવીની એક ચિત્તે પૂજા તથા આરાધના કરવી શરૂ કરી દીધી, ત્રીજા જ દિવસે ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં, અને રાજાને કહ્યું કેઃ–‘રાજેન્દ્ર ! તારી પ્રભુભક્તિથી પ્રસન્ન થઈ ૧ માં ગામનું નામ પૈઠણપુર'છે, રૂમાં ગામનું નામ ‘ખાનાપુર' છે; જ્યારે 7 માં ગામનું નામ ‘ચન્દ્રપુર’ છે. ૨ માં તથા ૧ માં રાજાનું નામ ‘હરિસિંહ’ છે, જ્યારે લમાં રાજાનુ નામ ‘હિર’ છે.