________________
ભક્તામર સ્તોત્ર.
૩૯ હું તને આ એક અપૂર્વ પુષ્પમાળા આપું છું તે રાણીના કંઠમાં પહેરાવશે તો પુત્રની અવશ્ય પ્રાપ્તિ થશે.” આટલું કહી પુષ્પમાળા આપી દેવી અદશ્ય થઈ ગઈ.
રાજાએ તે પુષ્પમાળા પિતાની પટરાણીના કંઠમાં આરોપણ કરી. કેટલાએક દિવસે રાણીને ગર્ભ રહ્યો, અને સારા નક્ષત્રમાં રાણીએ એક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યું. અને ચશ્વરીદેવીના પ્રાસાદથી પુત્રની પ્રાપ્તિ થએલી હોવાથી રાજાએ તેનું ચક્રાદાસ એવું નામ પાડ્યું. મન્નાસ્નાય:_____ ॐ नमो ऋषभाय मृत्युंजयाय सर्वजीवशरणाय परमब्रह्मणेऽष्टमहाप्रातिहार्यसहिताय नागभूतयक्षवशंकराय सर्वशान्तिकराय मम शिवं कुरु कुरु स्वाहा ।।-वार २१ स्मरणात् क्षुद्रोपद्रवनाशो वाञ्छितलाभश्च ॥
વિધિ –અજવાલી ચઉદશના દિવસે આ મંત્રના ૩૦૦૦ ત્રણ હજાર જાપ કરીએ તે સર્વ કાર્યની સિદ્ધિ થાય; દુષ્ટ, ભૂત, વ્યંતર, દેત્ય તથા ખવીસ કોઈને વળગ્ય હોય તો ત્રણ દિવસ ૨૧ એકવીસ વાર આ મંત્રથી ઝાડવાથી ત્રણ દીનમાં વળગાડવાળે માણસ વળગાડથી મુક્ત થાય. જેને પુત્ર ન હોય તેને આ મંત્રને હમેશાં જાપ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય, બીજી પણ જે કોઈ જાતની ચિંતા હોય તેનો પણ નાશ થાય.
उच्चैरशोकतरुसंश्रितमुन्मयूख____ माभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं बिम्ब रवेरिव पयोधरपार्श्ववर्ति ॥२८॥
સમલૈકી ઉચા અશેકતરૂ આશ્રિત કીર્ણ ઉચ,
અત્યંત નિર્મળ દીસે પ્રભુ આપ રૂપ; તે જેમ મેઘ-સમીપે રહી સૂર્ય-બિંબ,
શેભે પ્રસારી કિરણે હણીને તિમિર–૨૮ શ્લેકાર્થ –જેવી રીતે પ્રકાશના કિરણોવાળું અને અંધકારના સમૂહને નષ્ટ કરવાવાળું સૂર્યનું બિંબ વાદળાંની સમીપે શોભે છે, તેવી જ રીતે ઉંચા અશોકવૃક્ષની નીચે ઉંચાં કિરણવાળું આપનું પણ સ્વરૂપ અત્યંત નિર્મળ દેખાય છે–શેભે છે–૨૮
सिंहासने मणिमयूखशिखाविचित्रे
विभ्राजते तव वपुः कनकावदातम् ।