________________
ભક્તામર સ્તાત્ર.
તેઓના આ વચનાનું શ્રવણુ કરીને રાજાએ તેઓને અંતઃપુરની પાસે સેનાના સિંહાસન પર બેસાડયા અને કહ્યું કેઃ-“હે ભગવન્ ! મારા પર કૃપા કરી રાણીઆને જેમ બને તેમ જલદી જીવિતદાન આપી મારા જીવનને ઉદ્ધાર કરેા અને તેના બદલામાં ભલે મારૂં રાજ્ય ગ્રહણ કરે,”
આ પ્રમાણે આચાર્યમહારાજને વિજ્ઞપ્તિ કરવાથી આચાર્ય મહારાજે પ્રાસુક નિર્મળ જળ મંગાવીને મત્રીને આપ્યું અને કહ્યું કે આ પાણીને દરેક રાણીની આંખ પર છાંટ અન તેનું પાન દરેક રાણીને કરાવેા.” આ પ્રમાણે કરવાથી બેહાંતેરે રાણીઓને વળગેલા દુષ્ટ વ્યંતર તુરતજ પલાયન થઈ ગયા.
338
આ પ્રમાણેના અલૌકિક પ્રભાવ પ્રત્યક્ષ જોઈ રાજા અને રાણીએ ગુરૂમહારાજને વંદન કરી, તેએની વારંવાર પ્રશંસા કરતાં તેની પાસે ધદેશના સાંભળવા બેઠાં,
ગુરૂ મહારાજ શ્રી શાંતિસૂરિએ ધર્મદેશના આપતાં કહ્યું કેઃ—
"ज्ञानादित्रितयोच्चशालकलितं शीलाङ्गसंज्ञैः पुरः
सत्सूत्रैः कपिशीर्षकैः परिगतं दानादिसद्गोपुरम् । क्षान्त्याद्युच्चदशप्रकारविलसद्यन्त्र शमाम्भोनिधि
भीताः कर्मरिपोः श्रयध्वमधुना सद्धर्मदुर्गे जनाः ॥१॥
અર્થાત્:-સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન અને સભ્યચ્ચારિત્રરૂપ ત્રણ કાટ યુક્ત, અને અઢાર હન્તર શીલના અંગેાવડે યુક્ત, ઉત્તમ સૂત્ર રૂપ કાંગરાવડે સહિત, દયા આદિ રૂપ દરવાજાવાળા, ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મરૂપ યન્ત્રવાળા, અને શમરૂપી પાણીના ભંડાર એવા સદ્ધર્મરૂપ કલાના કરૂપ શત્રુથી ભયભીત થએલા હે મનુષ્યા ! તમે આશ્રય કરે.
આ પ્રમાણે સાંભળીને રાજાએ જૈનધર્મના સ્વીકાર કર્યાં અને પેાતાના આખા રાજ્યની અંદર જીવહિંસાના નિષેધ કરાવ્યા. રાણીઓએ પણુ જૈનધર્મને સ્વીકાર કર્યાં અને ગુરૂપાસે પંચમી તપ ઉચ્ચર્યું. રાજાએ ઉંચા તારણેાવાળા સેકડો નવીન જિનમંદિરા તથા તેની પ્રતિષ્ઠાએ ગુરૂમહારાજના ઉપદેશથી કરાવી.
મન્ત્રાન્તાયઃ———
આ છ ગાથા[૧૯થી ૨૫]માં મંત્રાક્ષર એક જ છે. જે આ પ્રમાણે છેઃ— ॐ ह्रीं श्रीं अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग ॐ ह्रीं श्रीं अर्ह नमः। --મયી વિદ્યા [ચિંતામણિ મંત્ર પણ આ જ છે, તેના વિધિ વિધાન માટે અગાઉ આવી ગએલ ‘ઉવસગ્ગહર સ્તાત્રની બીજી ગાથાના મન્ત્રાન્તાયા
જુએ ].