________________
મહામાભાવિક અવસ્મરણ, નથી. કારણકે બુદ્ધ કેવળજ્ઞાન રહિત છે, શંકર સંહાર કરનાર છે, બ્રહ્મા હિંસક વેદને ઉપદેશ આપનાર છે અને વિષ્ણુ માયાકપટ યુક્ત છે. અને તે નામના યથાર્થ ગુણે તે તમારામાં જ છે.-૨૫
વાર્તા ૧૬મી બ્લેક ૨૪-૨૫ શૈર્યપુર નામના નગરમાં જીતશત્ર નામને મહા પરાક્રમી, બળવાન અને નીતિવાન રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને રૂપમાં રંભા સમાન અને શીલવંત અહોંતેર રાણીઓ હતી.
એક દિવસ વસંતઋતુ પૂર બહારમાં ખીલી રહી હતી, સુગંધ-પરિમલ ચારે બાજુ પ્રસરી રહ્યો હતો, કે કિલા મધુર સ્વરે આલાપ કરતી હતી, તે વખતે માળીએ આવી મહારાજાને વસન્તની મોજ અનુભવવા અને વિશ્રાન્તિ લેવા ઉદ્યાનમાં પધારવા કહ્યું. રાજા રાણીઓ સહિત બગીચામાં જઈ વસંતની મોજ અનુભવવા લાગ્યો.
ઉદ્યાનમાં કીડા કરતાં કરતાં કઈ એક વ્યંતર તે રાણીઓને વળગ્યો અને રાણીઓને બેભાન સ્થિતિમાં લાવી મૂકી. ગાંડા માણસની માફક જેમ તેમ રાણીઓ બોલવા લાગી તેમજ અનેક ચેષ્ટાઓ કરવા લાગી; તેથી રાજા તેમજ બીજા માણસો બહુ દુઃખી થવા લાગ્યા અને ચારે બાજુ શેક ફેલાઈ રહ્યો.
રાજાએ તુરતજ શૌર્યપુર નગરમાંથી મંત્ર-યંત્ર-તંત્ર જાણનારાઓને બોલાવી રાણીઓના વ્યંતરને કાઢવા કહ્યું, માંત્રિક-તાંત્રિકેએ બહુ બહુ પ્રયત્ન કર્યા, પણ સર્વે નિષ્ફળ ગયા. જ્યારે કોઈપણ પ્રયત્ન ફળીભૂત થયે નહિ, ત્યારે રાજા નિરાશ થઈ ગયો.
આ સમયે રાજાના ભાગ્યથી જ જાણે પધાર્યા હોય નહિ, તેમ વિહાર કરતાં કરતાં શાંતિસૂરિ શ્વેતાંબરાચાર્ય શૈર્યપુર નગરને વિષે પધાર્યા, આ શાંતિસૂરિ મહારાજે ભક્તામર સ્તોત્રના ૨૪મા ક્લાકનું આરાધન કરવાથી ચકેશ્વરી દેવી પ્રસન્ન થએલાં હતાં, આવા મહાપ્રભાવશાળી આચાર્ય મહારાજના રાજાની રાણીને વ્યંતર વળગ્યાને વૃત્તાંત જાણવામાં આવ્યો. તેથી શાસનની પ્રભાવના કરવાની જ એક માત્ર ઈચ્છાથી ગુરૂમહારાજે અવધૂતને વેષ લીધે અને ફરતા ફરતા રાજમંદિર અગાડી આવી પહોંચ્યા, અને બોલ્યા કે આ રાણીઓને દેષ રહિત હું કરી શકું તેમ છું.
૧. ૪ અને માં નગરનું નામ “સૂર્યપુર” છે, જ્યારે રણ માં નગરનું નામ “સૂરીપુર છે. ૨. માં રાજાનું નામ “અજિતસિંહ' છે. ૩. ૧, ૨ અને ૫ માં મુનિનું નામ “શાંતકોતિ” છે.