________________
ભક્તામર સ્તોત્ર
વૈક્રિય, ઔદારિક, આહારક, તેજસ અને કામણ એ પાંચે અંગ-શરીરના કેતુચિન્હ રહિત હોવાથી અનંગકેતુ. ગીશ્વર એટલે મન, વચન અને કાયાને જીતનારા, ચેગીઓના એટલે ચાર જ્ઞાનવાળાના અથવા ધ્યાનને ઈશ્વર અથવા સગી કેવળીના માન્ય હોવાથી ઈશ્વર. વિદિતોગ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ વેગને જાણનાર અથવા થાનીઓએ જેનાથી ચોગ જામ્યો છે તેવા, અથવા “વિ એટલે વિશેષ કરીને, “દિત એટલે નાશ કર્યો છે, “યોગ ” જીવની સાથે ક્ષીરનીરના ન્યાયથી રહેલે કર્મ બંધ જેણે એવા. અને એટલે જ્ઞાન કરીને સર્વમાં રહેલા હોવાથી અનેક, અથવા ગુણ અને પર્યાય અનેક હોવાથી અનેક, અથવા એક ઠેકાણે અનેક સિદ્ધ હોવાથી અનેક, અથવા ઋષભ વગેરે અનેક વ્યક્તિ હોવાથી અનેક, અથવા નામ સ્થાપના, દ્રવ્ય સ્થાપના અને ભાવ સ્થાપના રૂપે હોવાથી અનેક. એક એટલે અદ્વિતીય, ઉત્તમ અથવા એક જીવની અપેક્ષાએ એક. જ્ઞાનસ્વરૂપ એટલે કેવળજ્ઞાનના સ્વરૂપવાળા તથા અમલ એટલે અઢાર દોષરૂપ મળ રહિત છે આ રીતે તમેને કહે છે.-૨૪
बुद्धस्त्वमेव विबुधार्चित ! बुद्धिबोधात् ।
त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविधेर्विधानात् व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥२५॥
સમશ્લોકી છો બુદ્ધિ-ધ થકી હે ! સુરપૂજ્ય બુદ્ધ,
છે લેકને સુખદ-શંકર તેથી શુદ્ધ ! છો મોક્ષ-માર્ગ-વિધિ-ધારણથી જ ધાતા,
છે સ્પષ્ટ આપ પુરૂષોત્તમ સ્વામી ત્રાતા–૨પ શ્લોકાર્થ –હે ઈંદ્રાદિક દેવોથી પૂજિત પ્રભુ ! પદાર્થોને વિષે તમારી જ મતિને પ્રકાશ હોવાથી સાચા બુદ્ધ તમે જ છે. અથવા વિબુધ” એટલે પંડિત, પંડિતો એટલે ગણુધરે તેમણે “અર્ચિત એટલે પૂજિત જે તીર્થકરે, તેની “બુદ્ધિ એટલે કેવળજ્ઞાન, તેના વડે “બેધાત્ એટલે વસ્તુસમૂહનું જ્ઞાન હોવાથી તમે જ બુદ્ધ છે. તથા ત્રણ જગતના જીવોને સુખ કરનાર હોવાથી તમે જ સાચા શંકર છે. હે ધીર ! ત્રણ રત્ન રૂપ મોક્ષમાર્ગનું વિધાન કરવાથી તમે જ ધાતા–બ્રહ્મા છે. હે ભગવાન્ ! તમે જ સર્વ પુરૂષોમાં ઉત્તમ છે. તેથી સ્પષ્ટ રીતે તમે જ પુરૂષોત્તમવિષ્ણુ છે. અર્થાત્ બુદ્ધ, શંકર, બ્રહ્મા અને વિષ્ણુ, તેઓ નામ પ્રમાણે ગુણવાળા