________________
મહામાભાવિક નવસ્મરણ.
કાંઈ આજ્ઞા કરો. ગુરૂએ જીવહિંસા બંધ કરવાનું કહ્યું અને જો પર થતા ઉપસર્ગનું નિવારણ કર્યું અને તેણુને શાંતિ પમાડી. સવારમાં તેઓની સાથે ઉપાશ્રય તરફ જતાં નગરના દરવાજે તેઓની પૂજા અને વંદન કરી પિતાના મંદિરમાં પાછી ગઈ. તેણીના કપોલના વિષે નખરેખા તેવીને તેવી જ કાયમ રહી. આ વૃતાંત લોકોના જાણવામાં આવવાથી લેકીમાંથી પણ કેટલાકે ગુરૂમહારાજને ઉપદેશ શ્રવણ કરી સમ્યકત્વ અંગિકાર કર્યું અને ગુરૂના ગુણનું સ્મરણ કરતાં કરતાં પિતાને ઘેર ગયા.
त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाचं
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥२४॥
સમશ્લોકી તું આદિ અવ્યય અચિત્ય અસંખ્ય વિભુ,
છે બ્રહ્મ ઈશ્વર અનંત અનંગકેતુ; યોગીશ્વર વિદિતગ; અનેક એક
કે છે તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત-૨૪ શ્લેકાર્થ –હે પ્રભુ! સંત પુરુષ તમને અવ્યય એટલે સર્વ કાળે એકસ્થિર સ્વભાવવાળા હોવાથી હાનિવૃદ્ધિ રહિત, તથા વિભુ એટલે પરમ અિધય વડે શોભનાર અથવા કર્મનો નાશ કરવામાં સમર્થ, અચિંત્ય એટલે આધ્યાત્મિક પુરુષો વડે પણ ચિંતવી ન શકાય તેવા અથવા અચિંત્ય ગુણવાળા, અસંખ્ય એટલે તમારા ગુણની સંખ્યા ન હોવાથી અસંખ્ય, અથવા અનંત જ્ઞાનવાળા છતાં પણ સંસાર અનંત હોવાથી સર્વ જીવોના સર્વ ભવોની સંખ્યા નહિ કરી શકવાથી અસંખ્ય અથવા અનંત અર્થવાળા અકારાદિક વર્ગોની સંખ્યા નહીં કરી શકવાથી અસંખ્ય, અથવા ગુણથી અને કાળથી તમારી સંખ્યા થઈ શકતી નથી માટે અસંખ્ય. આદ્ય એટલે લેકવ્યવહારની આદિમાં થએલા હોવાથી આદ્ય, અથવા પાંચ પરમેષ્ઠીની મચે પ્રથમ હોવાથી આદ્ય, અથવા વીશ તીર્થકરમાં પ્રથમ હોવાથી આદ્ય, અથવા સર્વ તીર્થકરો પોતપોતાના તીર્થની આદિ કરનાર હોવાથી આદ્ય. બ્રહ્મા એટલે અનંત આનંદ વડે વૃદ્ધિ પામનાર. ઈશ્વર એટલે સર્વ દેવોના સ્વામી અથવા એશ્વર્યયુક્ત હોવાથી કૃતાર્થ. અનંત એટલે અનંત જ્ઞાનદશનવાળા અથવા મૃત્યુરૂપ અંત રહિત. અનંગકેત એટલે કામદેવનો નાશ કરવામાં કેત સમાન એટલે કે જેમ ઉદય પામેલે કેતુને તારે જગતને ક્ષય કરે છે, તેમ ભગવાન કામદેવને ક્ષય કરે છે, અથવા