________________
૩૫૯
ભક્તામર સ્તોત્ર. त्वामामनन्ति मुनयः परमं पुमांस
मादित्यवर्णममलं तमसः पुरस्तात् । स्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु ના શિવઃ શિવપ મુનીન્દ્ર! થારા
સમશ્લોકી માને પરપુરૂષ સર્વ મુનિ તમને.
ને અધિકાર સમીપે રવિ શુદ્ધ જાણે, પામી તને સુરત મૃત્યુ-જીતે મુનીંદ્ર,
છે ના બીજે કુશળ મેક્ષ તણે જ પંથ-૨૩ લેકાર્થ –હે મુનીંદ્ર! પ્રભુ! મુનિઓ તમને પરમ પુરુષ કહે છે. અર્થાત્ મિથ્યાત્વી જીવ બાહ્યાત્મા કહેવાય છે, સમ્યગ્દષ્ટિ કર્મવાળે જીવ અંતરાત્મા કહેવાય છે અને કમરહિત થએલ જીવ પરમાત્મા કહેવાય છે, તેવા પરમાત્મા તમે છે, એમ મુનિઓ કહે છે, તમે સૂર્ય સમાન સ્વયં તેજસ્વી છે, અમલ-રાગ દ્વેષ રહિત છે, તથા પાપરૂપ અંધકારથી દૂર છે. તમને જ અંત:કરણની શુદ્ધિવડે પામીને-જાણીને પ્રાણીઓ મૃત્યુને જીતે છે–સિદ્ધ થાય છે. તે સિવાય બીજો કોઈ પણ ઉપદ્રવ રહિત મોક્ષનો માર્ગ નથી.
વાર્તા ૧૫મી શ્લોક રકમ આગળ જેઓનું વર્ણન કરી ગયા છીએ, તે વિદ્યાસિદ્ધ શ્રી આયખપુરાચાર્યું ભકતામર સ્તોત્રના તેવીસમા લેકની સાધના કરીને સર્વ અભીષ્ટ વસ્તુઓને દેવાવાળી એવી ચકેશ્વરી દેવી પાસેથી દુષ્ટભંતરને કબજે કરવાનું વરદાન મેળવ્યું હતું, તે શ્રી આખપુટાચાર્ય વિહાર કરતા કરતા ઉજયિની” નામની નગરીએ આવ્યા
તે ઉજજયિની નગરીના ઉદ્યાનના મધ્યભાગમાં ચંડિકા દેવીનું એક મંદિર હતું, તે હિંસાપ્રિય દેવીની પાસે નિરંતર અનેક પ્રકારનાં નિર્દોષ અવાચક પ્રાણઓનો સંહાર થતું હતું, તેથી ઉદ્યાનમાં ઠેકાણે ઠેકાણે લેહી, હાડકાં, માંસ, મરેલાં જાનવરનાં કલેવર વગેરે પડેલાં હતા. સાંજને સમય થઈ જવાથી આચાર્ય મહારાજ રાત્રિ વીતાવવા માટે તે ચંડિકાના મંદિરની નજીકની ભૂમિમાં રહ્યા.
- થોડી રાત્રિ વીત્યા બાદ ક્રોધાયમાન થએલી ચંડિકા દેવી મુનિને પોતાના મંદિરની નજીકમાં ધ્યાનસ્થ જઈ એકદમ ક્રોધથી રાતી પીળી થઈ ગઈ અને મુનિના ગળે નખ માર્યો, જે તેણીના કપાળમાં જ લાગે આ પ્રમાણે જેઈને દેવી ઉપસર્ગ કરવા છેડી દઈ મુનિને પગમાં પડી અને તેઓની ક્ષમા માંગી અને કહ્યું કે આપ