________________
મહામાભાવિક નવમરણ. જેઓએ કરેલી છે, એવા વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થએલા વિદ્યાસિદ્ધ આર્યખપુટાચાયને ઉત્સાહપૂર્વક ગુડસપત્તન” ને વિષે વિનંતિ કરી બોલાવ્યા
ગુરૂમહારાજ યક્ષના મંદિરને વિષે ગયા અને ચક્ષના કાન પર પગ મૂકીને સૂઈ ગયા. એવામાં યક્ષને પૂજારી ત્યાં આવ્યો, તે આ બનાવ જોઈને બોલ્યો કે - “અરે દુવિનીત ! જલદી ઊભે થા, નાહકને મરી જઈશ.”
આ બધું સાંભળ્યા છતાં આચાર્ય મહારાજ ચોતરફ વસ્ત્ર બરાબર લપેટીને કપટનિંદ્રાએ સુતેલા હતા તેથી કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહિ. આ બનાવનું પૂજારીએ રાજાને નિવેદન કર્યું, ત્યારે રાજા તેમના પર કપાયમાન થયે. અને પિતાના માણસો મોકલીને તેઓને ઉઠાડવાનો પ્રયત્ન કરાવ્યો, પણ તેઓ તે વસ્ત્રથી આચ્છાદિત હોવાથી જાગ્યા જ નહિ એટલે તેમણે એ વૃત્તાંત આવી રાજાને જણાવ્યું, જે સાંભળતાં તે અધિક કે પાયમાન થઈ કહેવા લાગ્યો કે:-“એને પત્થર અને લાકડી વતી ખુબ માર મારો.”
રાજસેવકએ તે પ્રમાણે કર્યું, પરંતુ આચાર્યને તે મારની કાંઈ ખબર જ ન પડી. એવામાં તરત નગર અને અંતઃપુરમાં કોલાહલ જાગે અને કંચુકીઓ પાકાર કરતા, રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે –હે સ્વામિન્ ! અમારું રક્ષણ કરે, રક્ષણ કરે. પત્થર અને લાકડીવતી કરેલા અષ્ટ પ્રહારોથી કેઈએ સમસ્ત અંતઃપુરને જર્જરિત કરી નાખેલ છે.”
આ સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યું કે –“અવશ્ય આ કેઈવિદ્યાસિદ્ધ પુરુષ છે. તેથી પ્રહારો અંતઃપુરમાં ચલાવે છે અને પિતાને બચાવ કરે છે, માટે મારે તેઓ માનનીય છે.” એમ ધારી અધિષ્ઠાયક દેવની માફક રાજાએ મધુર વચનથી આચાયને શાંત કર્યા, ત્યારે કપટનિંદ્રા તજીને આયંખપુટાચાર્ય મહારાજ જાગ્રત થઈને ઉડ્યા ત્યાં જમીન સુધી મસ્તક નમાવીને રાજાએ તેઓને નમસ્કાર કર્યા.
પછી આચાર્ય મહારાજે યક્ષને કહ્યું કે –“ યક્ષ ! તું મારી સાથે ચાલ.” ત્યારે તે સાથે ચાલ્યો અને તેની પાછળ પાછળ શિવ વિનાયક વગેરે યક્ષ મંદિરમાંની બીજી પણ દેવમૂતિઓ ચાલવા લાગી. વળી એક હજાર પુરુષો ઉઠાવી શકે એવી પત્થરની ત્યાં બે કુંડીઓ પડી હતી, તેને પણ ગુરૂએ પોતાની પાછળ પાછળ ચલાવી, એવી રીતે કૌતુકથી તેઓને પ્રવેશોત્સવ થયો. એમ આચાર્ય મહારાજને અદ્ભુત પ્રભાવ જોઈ રાજા અને નગરલોકે પણ જિનશાસનના ભક્ત થયા અને શાસનને મહિમા વિસ્તર્યો. છેવટે રાજાની વિનંતિથી શાંત થએલા સૂરિજીએ યક્ષને તેના સ્થાને પાછા મોકલ્યો અને બે કંડીઓ ત્યાં જ રહેવા દીધી.