________________
મહામાભાવિક નવસ્મરણ.
तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ ।
तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥२६॥
- સમશ્લોકી ચૈ કદુઃખ-હર નાથ ! તને નમસ્તુ !
તું ભૂતળે અમલ ભૂષણને નમોસ્તુ ! ઐલાકના જ પરમેશ્વરને નમસ્તુ !
હે જીન ! શેષક ભવાબ્ધિ તને નમસ્તુ ! ૨૬ લેકાર્થ-હે નાથ ! ત્રિભુવનના દુ:ખને નષ્ટ કરનાર આપને મારા નમસ્કાર હો ! પૃથ્વીતળને વિષે નિર્મળ અલંકારરૂપ આપને મારા નમસ્કાર હો! ત્રણ જગ
ના પરમેશ્વર ! એવા આપને મારા નમસ્કાર હો! અને હે જિનેન્દ્ર ! ભવસમુદ્રને શેષણ કરનાર આપને મારા નમસ્કાર હો–છે.-૨૬
વાર્તા ૧૭ મી લોક ૨૬ મે, ગરવી ગુર્જરભૂમિમાં રમણીય જિનમંદિરેથી તથા શ્રેષિઓના ગૃહમંદિરથી વિભૂષિત શ્રી અણહિલપુર પાટણ” નામનું એક સુંદર અને સુશોભિત શહેર હતું. તે શહેરમાં શ્રીમાલવંશમાં ઉત્પન્ન થએલ એક નિર્ધન વાણીઓ રહેતો હતો. તે શહેરની આજુબાજુના ગામોમાં માથે ચણાની પિટલી મૂકીને ચણા, મમરાની ફેરી કરીને મહા મુશીબતે પોતાનું ગુજરાન ચલાવતા હોવાથી લોકોમાં તે ચનિકના નામથી ઓળખાતું હતું.
એક વખતે પિતે બહારગામ ફરીને માટે જતો હતો, તેવામાં ભાગ્યયોગે રસ્તામાં તેને ઉદ્યોતનસૂરિ નામના જૈન સાધુને મેળાપ થયો. તેઓને ભક્તિપૂર્વક વંદન કરી ચનિક બે હાથની અંજલિ જોડીને ઊભો રહ્યો.
આચાર્ય મહારાજે ચનિકને પૂછ્યું કે “કાંઈ ધર્મકરણી કરે છે કે કેમ?”
જવાબમાં ચનિકે કહ્યું કે –“હે પ્રભે! ચિત્તની શાંતિ વિના ધર્મકરણી કેવી રીતે થઈ શકે? હું ઘણો જ નિધન છું અને નિર્ધન હોવાને લીધે સર્વત્ર પરાભવ પામુ છું” કહ્યું છે કે –
૧. ૧ માં ગામનું નામ “પાટલીપુત્ર' છે; જવારે ઘ અને 1 માં ગામનું નામ “પટ” છે. ૨. ૨, ૪ અને ૧ માં વાણીઆનું નામ “ધનમિત્ર' છે, ૩. યદ માં સાધુનું નામ “વિજયદેવસૂરિ છે; જ્યારે અને 1 માં સાધુનું નામ “ગુણસેન મુનિ છે.