________________
૩૫૨
મહામાભાવિક નવસ્મરણ. રસ્તામાં ગાઢ જંગલ આવ્યું અને તે સમયે રાત્રિ પડી ગઈ અંધકારમાં કઈ પણ રીતે માર્ગ નહી સુઝવાથી સિન્ય આગળ વધવાને અશક્ત નીવડયું. આ વખતે લક્ષ્મણ શેઠ પણ રાજાની સાથે હતા.
આ પ્રદેશમાં મહા અંધકાર જેઈને રાત્રિ કેવી રીતે વીતાડવી તે પ્રશ્ન મુશ્કેલ થઈ પડે અને રાજા વિચારવા લાગ્યા કે અંધકારને દૂર કરવા માટે શું ઉપાય લે. પિતાના રાજાને આ પ્રમાણે ચિંતાતુર જઈને લક્ષ્મણ શેઠ રાજા પાસે આવ્યા અને કહેવા લાગે કે –“હે દેવ ! હું પૂર્ણચન્દ્ર આપને દેખાડું અને સૈન્યને માટે રાત્રિને દિવસ જેવી કરી નાખું.”
રાજાએ કહ્યું કે –“કર, જે તે પ્રમાણે તું મારા પ્રત્યે ઉપકાર કરીશ તે હું તારા મનવાંછિત પુરા કરીશ.”
આ પ્રમાણે સાંભળીને ભક્તામરસ્તોત્રનું ચિંતવન કરી કૃત્રિમ ચંદ્રમાં પ્રગટ કર્યો. સવાર પહેલાં તે રાજાએ શત્રુરાજાની રાજધાની કબજે કરી અને દુશ્મન રાજાને બાંધી, રાજા પિતાના નગરમાં પાછા આવ્યા. લક્ષ્મણને બધા ધનવાનોના કરતાં પણ અધિક ધનવાન બનાવ્ય, લક્ષ્મણે રાજાને કહ્યું કે આ બધા સ્તવનને મહિમા છે.
જ ન માં આ વર્ણન પણ નીચે પ્રમાણે છે –
* એક વખત લમીકાન્ત શેઠ પરદેશથી પુષ્કળ માલ ભરી દેશમાં આવવા નીકળ્યા, પરંતુ રસ્તામાં જંગલમાં અધવચ રાત્રિ પડી, ત્યાં ચોર લુંટારાઓનો બહુ જ ત્રાસ હતો. જે ત્યાંથી આગળ ન જવાય તે પાસેની બધી મિલ્કત લુંટાઈ જાય તેમ હતું; ઉપરાંત અમાવાસ્યાની કાળી અંધારી રાત હોવાથી રસ્તે સુઝે તેમ પણ ન હતું. શેઠના હૃદયમાં મુંઝવણ થવા લાગી અને આ સંકટમાંથી બચવા તે ઉપાય શોધવા લાગ્યા.
ખૂબ ઉઠે વિચાર કરતાં પ્રથમ દેવે આપેલે ચન્દ્રકાન્ત મણિ યાદ આવ્યો અને ભક્તામર સ્તોત્રના ૧૯મા શ્લોકનું ચિંતવન કરી તે મણિ આકાશને વિષે ઉછાળ્યો, તેથી ચારે તરફ પૂણિમાના ચંદ્ર સરખું ઝળહળતું તેજ ફેલાઈ ગયું અને ચંદ્રની માફક તે મણિ આકાશને વિષે ઉચે રહી તેજ પ્રસારવા લાગ્યો. એના તેજથી રસ્તો સુઝવાથી શેઠના માણસે તથા શેઠ વગેરે સહિસલામત એ જંગલમાંથી પાર ઉતર્યા.
પ્રભાત થતાં શેઠે ફરી ૧૯મા શ્લોકનું ચિંતવન કરી એ મણિને પાછો ખેંચી લીધે અને પિતાને ગામ આનંદથી પહોંચી ગયા.
આખા નગરમાં જ્યારે આ મણિના પ્રભાવની વાત પ્રસરી ત્યારે રાજાએ પણ શેઠને બોલાવ્યો અને વાત પૂછી તે લક્ષ્મીકાન્ત શેઠે ભક્તામરનો મહિમા કહી સંભળાવ્યો આથી રાજા વગેરે ઘણા માણસોએ ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા માંડયું.”