________________
ભક્તામર સ્તોત્ર,
૩૫૧
એક વખતે રાત્રિના સમયે શુદ્ધ વસ્ત્રો પહેરીને એક ચિત્તે ભકતામર સ્તોત્રના ૧લ્મા લેકનું શેઠ ધ્યાન ધરતા હતા, તે સમયે ચકેશ્વરી દેવી આવ્યાં. અને તેજોમય ચન્દ્રકાન્ત મણિ આપ્યું. દેવીએ તુષ્ટમાન થઈ કહ્યું કે –“જ્યારે કોઈપણ ઠેકાણે મહાન અધિકાર હોય ત્યારે તું આ શ્લોકનું સ્મરણ કરજે અને આ મણિને આકાશમાં ઉછાળવાથી સોળે કળાએ પરિપૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય તે પ્રકાશ કરનાર કૃત્રિમ ચંદ્ર બનશે અને જ્યાંસુધી તારી ઈચ્છા હશે ત્યાંસુધી તે આકાશમાં રહી ચંદ્રના પ્રકાશની ગરજ સારશે, પછી પાછા તે મણિ તારી પાસે આવી મૂળ સ્થિતિમાં રહેશે, આટલું કહી કામ પડે યાદ કરવાની ભલામણ કરી દેવી સ્વસ્થાનકે ગઈ.”
એક વખતે માલવાનો રાજા મહીધર નામને હતું, તે કઈ પિતાના સમર્થ શત્રુને જીતવાને અને જીવતો પકડવાને માટે એકાએક સિન્ય લઈને નીકળી પડ્યો,
૧ 1 માં “એક દિવસ સવારમાં” લખેલું છે. ૨ માં “શાસનદેવ પ્રસન્ન થઈ આવ્યો' લખેલું છે. * ૪ માં તદ્દન જુદી જ ઢબનું વર્ણન છે, જે નીચે પ્રમાણે છે –
શ્રદ્ધાની પણ કસોટી હોય છે તેમ આ લક્ષ્મીકાન્ત શેઠની વિધિસરની આરાધનામાં ભંગાણ પાડવા એક વખત દેવ આવ્યા અને શેઠન ગુમાસ્તાનું રૂપ ધારણ કરી શેઠના પૂજાના ઓરડામાં દાખલ થઈ ગભરાએલા અવાજે કહ્યું –“શેઠ ! શેઠ ! દેડે ! દોડો! આપણી દુકાનમાં મેટી આગ લાગી છે અને લાખો રૂપિઆનો કિંમતી માલ સળગી ગયું છે.
શેઠ તો આ અવાજથી પ્રથમ ચમક્યા પરંતુ તેમના હૃદય ઉપર કોઈ અસર થઈ નહિ, તે તો પિતાના ધ્યાનમાં ફરી લીન થયા.
દેવે પિતાના દાવમાં નિષ્ફળ જવાથી તેણે ફરી બીજી યુક્તિ અજમાવી અને બહાર જઈ થોડીવાર પછી બીજા ગુમાસ્તાનું રૂપ ધારણ કરી એકદમ શેઠની પાસે આવ્યો અને ઉતાવળથી ગભરાતાં ગભરાતાં બોલ્યો કે –“શેઠ ! ઉઠો !! ઉઠે ! ! ! ત્રીજા માળની બારીએથી અચાનક જ પડી જવાથી આપને પુત્ર બેભાન થઈ ગએલ છે; બધા માણસે એકઠા થઈ ગયા છે અને તમને એકદમ બોલાવે છે.
શેઠ તો સાંભળ્યું ન સાંભળ્યું કરી ફરી પિતાના ધ્યાનમાં જોડાયા આ જોઇને દેવ બહુ જ પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ શેઠના વખાણ કર્યા અને તેને જે જોઈએ તે માગવા કહ્યું. ત્યારે શેઠે કહ્યું કે - “મારે આપના પ્રતાપે પૂર્ણ સુખ છે, તેમાં મને સંતોષ છે, મારે કાંઈ જોઈતું નથી.” તો પણ “દેવ દર્શન કદી ખાલી જાય નહિ” એમ કહી શેઠને એક સુંદર મણિ આપી દેવ પિતાને સ્થાનકે ચાલ્યો ગયો.”
૩ 8 અને 1 માં “માલવાના રાજા”ના બદલે “વિશાળાને રાજા' છે. ૪ અને ૫ માં રાજાનું નામ “મહીધર નહી પણ “લોકપાળ' છે.