________________
મહામાભાવિક નવસ્મરણું. આપી અને અદશ્ય થઈ ગઈ. આંબડ રત્નમય જિનબિંબના તેજથી અજવાળી રાતની માફક પલ્લીમાંથી બહાર નીકળે, અને દેવીએ આપેલા જિનેશ્વરનાં ચંદ્રકાન્તમય બિંબનું હમેશાં પૂજન કરવા લાગ્યા. અનુક્રમે રાજાની આજ્ઞાથી રાજથાય તે જોઈ શકાયું નહિ અને તેને નિર્બળ ધારી તેની સામે તેઓ બંડ ઉઠાવવા લાગ્યા. આથી અછડે બીજા રાજ્ય પર પોતાનું બળવાન સૈન્ય લઈ ચઢાઈ કરી. કર્મચગે રસ્તામાં ભૂલો પડ્યો અને એક વિષમ અટવીમાં જઈ ચડયો. ત્યાં પોતે લશ્કર સાથે દુઃખમાં આવી પડવાથી અછડ ગભરાવા લાગ્યો ત્યારે તેણે વિચાર કર્યો કે દુઃખી મનુષ્યને ધર્મ અને પ્રભુમરણ જરૂર સહાય કરે છે. ગભરાઈ જવાથી કે શેચ કરવાથી શું ફાયદો થવાને હતો? માટે ધેય રાખી પ્રભુસ્મરણ કરવાથી અવશ્ય લાભ મળશે જ.
આ પ્રમાણે વિચાર કરી “નિત્યોદ્ર' એ શ્લોકનું અત્યંત દૃઢતાપૂર્વક સ્મરણ કરવા લાગ્યો. થોડીવારમાં તે કના પ્રભાવથી દેવી ત્યાં આવી અને લોકારાધનનું કારણ પૂછ્યું. જવાબમાં અછડે વિષમ અટવામાં આવી પડવાથી પડતા દુ:ખના નિવારણની અને તે અટવીમાંથી સીધો રસ્તો મળે અને ધારેલે સ્થળે પહોંચાય તેવી માંગણી કરી.
દેવીએ કે રસ્તો બતાવ્યો અને બે રતનો (અઈડની ભક્તિને વશ થઈ) આપ્યાં. અને કહ્યું કે –“એક રનથી ગમે તે પ્રકારનું વિષ હોય તે નાશ પામે છે અને બીજા રત્નના પ્રભાવથી રસ્તો ભૂલાત નથી અને શત્રુ પર વિજય મેળવાય છે.” બે રત્નો આપી, જરૂર પડે તે ફરીવાર યાદ કરવાનું કહી દેવી પોતાના સ્થાનકે ગઈ
અછડે પિતાના ધારેલે રસ્તે આવી જુદા જુદા દેશમાં જઈ તેના રાજાઓને પિતાના ભૂજબળથી નમાવ્યા અને અભિમાની તેમજ સમર્થ બળવાન રાજા “ભલય” નામે કે જે ઘણે સમર્થ હતો તેને પણ નમાવી વિજય ડું કે વગડાવતે ઘણી સંપત્તિ અને ચતુરંગી સૈન્ય સાથે પિતાના દેશમાં–પોતાની રાજધાનીમાં મોટા ઉત્સવથી આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કરતાં પ્રથમ પોતાની પવિત્ર માતાના દર્શનાર્થે અને સુભાશિષ માટે તેમને નમસ્કાર કરવા ગયે.
પિતાના પુત્રને વિજયવંત અને સુખપૂર્વક પાછો આવેલો જોઈ અતિ આનંદથી તેને વધાવી હૃદય સાથે ચાંપી સુખી ભવિષ્ય નીવડે એવો માતાએ આશીર્વાદ આપ્યો. પછીથી તે કહેવા લાગી કે –“હે પુત્ર! તું મહાન–સમર્થ–બળવાન છે અને તું જ્યાં જ્યાં ગયો છે ત્યાં ત્યાં તે વિજય મેળવ્યો છે એ વાત સત્ય છે પરંતુ તે વિજય જેમ સિંહ બકરા અગર ઘેટા પર મેળવે તેવા જ પ્રકારનો છે, કારણ કે તેં જીતેલા સઘળા રાજાઓ બિચારા ઓછા સાધનવાળા અને ઓછા બળવાન હોવાથી એ વિજય ખરો વિજ્ય કહેવાય નહિ. તું ખરા વિજયી ત્યારે જ કહેવાઈ શકે છે કે જ્યારે “ભગુક૨છીને સમર્થ અને અત્યારસુધીમાં અજીત એવો પૃથ્વી સેન” નામને રાજા છે તે રાજાને તું તારે કબજે કર. તેને તારી આજ્ઞા મનાવતો કરે તો તું વિજયવંત ગણાશે, કારણકે તે તારો ખરો શત્ર છે અને પૂરે દેશી છે.
માતાનાં આવાં વચનો સાંભળી તે રાજાને જીતવાનું તેણે માતાને વચન આપ્યું. થોડા દિવસની વિશ્રાંતિ લઈ મ્હોટા અને બળવાન સૈન્યને લઈ અઈડ “ભગુકચ્છ તરફ કૂચ કરી ગયો.