________________
ભક્તામર તાત્ર.
આપું છું તે ગ્રહણ કર તથા બીજું કાંઈ તારે જોઈતું હોય તે માગ”
આંખડ દંડાધિપતિએ પેાતે નિઃસ્પૃહ હાવા છતાં પણ હંમેશાં અભિષ્ટ ફૂલને દેવાવાળી નાગવલી માંગી અને દેવીને નમસ્કાર કર્યાં. દેવીએ તે નાગવલ્લી આંખને
૩૪૦
* માં આ હકીકત નીચે પ્રમાણે છેઃ—
“એક વખત પોતાની માતાના આગ્રહથી આંબડે કચ્છમાં આવેલા ભદ્રપુર ( ભદ્રેશ્વર )ની સંધ સહિત યાત્રાએ જવાનેા નિશ્ચય કર્યો અને ધામધૂમ પૂર્વક ઘણા સ્નેહી સંબંધીએ સાથે તથા અનેક સાધની ભાઇએ સાથે પાટણથી નીકળ્યા.
રસ્તામાં આવતાં દરેક સ્થળે યાત્રાઓ કરતાં કરતાં ચેાતરફ જૈનધર્મના વિજયડકા વગાડતા વગાડતા તેઓ ઘણા દિવસે કચ્છના રણના નાકે આવી પહોંચ્યા.
ચેાતરફ ઊભા કરેલા નાના મેટા પચરંગી તબુએથી વિશાળ જગ્યા શાભી રહી હતી અને જાણે એક નાનું સુંદર શહેર વસી ગયું હોય તેવા દેખાવ થઇ રહ્યો હતા આસપાસના ગામેામાંથી અનેક લેાકા ચતુર્વિધ સંઘના દર્શન કરી પવિત્ર થતા હતા અને થાડા દિવસ પહેલાં વર્ષોથી ઉજ્જડ પડેલી જગ્યાએ આજે મનુષ્યેાના ટાળેટાળાં કલ્લોલ કરી રહ્યા હતા.
×
X
×
×
×
X
X
સાય કાળ થવા આવ્યા અને ઘેાડીવારમાં તા સફેદ દૂધ જેવા પુર્ણિમાના ચંદ્રના તેજે આખી પૃથ્વી શોભી રહી. આજે આ રણના લાંખે પટ એળંગવાને આપ્યા સંધ તૈયારી કરી રહ્યો હતા. નિશાન ડંકા વાગ્યા અને નાખતા ગડગડી ત્યાંતા આખા સંધ ગાજતે વાજતે ઉપડ્યો, દેવને પણ દુભ દર્શીન થાય એવા આ પવિત્ર સંધને નિહાળીને અને જૈનધર્મની પ્રીતિના ફેલાવા થતા તેને એક મિથ્યાલી દેવને અદેખાઈ આવી. તેથી તેણે પાતાનું ખળ અજમાવવાનું શરૂ કર્યું" રણની અધવચમાં જ સંધના બધાં ગાડાં તેણે અટકાવી દીધા.
માણસાએ ધણી ઘણી જાતના પ્રયત્ન કર્યાં છતાં પણુ બળદ અને માણસે જરા પણ આગળ ન ચાલતાં ત્યાંના ત્યાં થંભી ગયાં. સંધના માણસેાની અને પેાતાની આ સ્થિતિ જેને આંખડ પ્રધાન પણ ગભરાઈ ગયા અને શું કરવું તે વિચારવા લાગ્યા. પરંતુ સદ્ભાગ્યે આંખડની માતા બહુ જ ભક્તિવાળી અને નિખાલસ હૃદયની હાવાથી તેણીએ પેાતાના પુત્રને તથા આખા સધને ભક્તામરસ્તેાત્રના ૧૮ મા શ્લોકના જાપ જપવાનું કહ્યું, સાથે સાથે પોતે પણ શાંત ચિત્તે ૧૮ મા લેાકનું ચિંતવન કર્યું અને થાડી વારમાં જ શાસનદેવ હાજર થયા.
સંધની આવી વિકટ પરિસ્થિતિ નજરે નિહાળી શાસનદેવે પેલા મિથ્યાત્વી દેવને નસાડી મૂકયા અને સંધના સંકટનું નિવારણ કરી જયજયકાર વર્તાવ્યા. નિર્વિઘ્ને યાત્રા કરી પાછા આવ્યા ત્યારે મહારાજ કુમારપાળ તથા પાટણના રહેવાસીએ પણ આ વાત સાંભળીને બહુ જ નવાઇ પામ્યા અને જૈનધર્મના પ્રભાવમાં વૃદ્ધિ થઈ.”
7 માં વળી નીચે પ્રમાણે છેઃ
“લાય દેશના રાજા તરીકે અને તેનું રક્ષણ કરવા અર્થે છડ લાટ દેશમાં જ રહેવા લાગ્યા. લાટ દેશની નજીકના બીજા દેશના રાજાએથી અઈડ કે જે એક પ્રધાન હતા તે રાજ