________________
૩૪ર
મહાત્રાભાવિક નવસ્મરણુ,
સમશ્લોકી
માહાંધકાર દળનાર સદા પ્રકાશી!
રાહુ-મુખે સિતા ના નહિં મેઘ-રાણી! શાલે તમારૂ મુખ–પદ્મ અપાર રૂપે!
જેવા અપૂર્વ શશ લાક વિષે પ્રકાશે !–૧૮
હે પ્રભુ! આપશ્રીનું મુખકમળ નવીન ચદ્રષિખની જેમ શેાલે છે. કેમકે તે નિરંતર ઉદય પામેલું છે અથવા નિરંતર શુભ ભાગ્યવાળું છે, અને ચંદ્રબિંખ તે પ્રાતઃકાળે અસ્ત પામે છે. આપશ્રીનું મુખકમલ મેાહનીય ક રૂપી અંધકારને નાશ કરે છે અને ચંદ્ર તે અલ્પ અંધકારના નાશ કરવા પણ સમથ નથી. રાહુ જેવા દુષ્ટ વાદીઓના વાદ તમારા મુખને પરાભવ પમાડી શકતા નથી, અને ચંદ્રને તે રાહુ ગળે છે. તમારૂં મુખ મેઘ સમાન દુષ્ટ અકર્મને આધીન નથી અને ચંદ્રને તે! મેઘ આચ્છાદન કરે છે. તમારૂં મુખ ઘણી કાંતિવાળું છે, અને ચંદ્રનું બિંબ તે અલ્પ કાંતિવાળું છે, કેમકે તે કૃષ્ણપક્ષમાં ક્ષય પામે છે. તથા તમારૂં મુખ જગતને પ્રકાશિત કરે છે અને ચંદ્ર તે પૃથ્વીના અલ્પ પ્રદેશને પણ પ્રકાશિત કરવા સમર્થ નથી.-૧૮
વાર્તા ૧૦મી શ્લાક ૧૮,
શ્રી ગૂર્જરભૂમિના તિલક સમાન અણહિલપુરપાટણ નામના શહેરમાં પ્રજાપાળક અને ન્યાયપરાયણ પરમાર્હત્ કુમારપાળ નામના રાજા રાજ્ય કરતા હતા. શ્રીમાલવંશમાં તિલક સમાન શ્રીઉદ્દયન નામના મંત્રિશ્વરના પુત્ર આંબા ને મહારાજા કુમારપાલે તેની રાજસેવાના બદલામાં અતિ રસાળ અને ધનધાન્યથી ભરપૂર લાટ’ દેશ બક્ષીસ આપ્યા. તે હંમેશાં ભકતામર સ્તંત્રના પાઠ કરતા હતા.
એક વખતે ભ્રગુકચ્છથી કાઈ કાર્યપ્રસંગે મહાર જતાં રસ્તામાં એક મહાભયંકર અને ગિરિગુફાઓવાળી અટવીમાં રાત્રીના સમયે તે આવી ચઢયો. અટવીમાં અધારૂં એટલું તેા ભયંકર હતું કે આંખને કાઈ પણ રીતે રસ્તા સૂઝે જ નહિ. આ વખતે તેણે ભકતામરસ્તેાત્રના ૧૮ મા શ્ર્લાકનું એકાગ્ર ચિત્તે ચિંતવન કર્યું કે તુરત જ ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં અને ખેલ્યાં કેઃ–“હે વત્સ ! પવિત્ર થઇને તે કરેલા સ્તેાત્રના સ્મરણથી હું તારા ઉપર તુષ્ટમાન થઈ છું અને તને આ વિષનુ હરણુ કરનાર, તથા દરેક પ્રકારના વિજ્ઞનું હરણ કરનાર ચંદ્રકાંતમય ચંદ્રપ્રભુસ્વામીનું બિંબ
૧ જ્ઞ માં મંત્રીનું નામ છંડ છે, જ્યારે T માં મંત્રીનું નામ અઈડ છે; જે અતિહાસિક દૃષ્ટિએ પણ ખાટુ' છે.