________________
૩૧૪
મહાપ્રાભાવિક નવસ્મરણ.
હતા, તેવા જ જૈનધર્મ પ્રત્યે પરમ શ્રદ્ધાવાળા હતા પોતાના આત્મશ્રેય માટે ઘરની નજીકમાં એક જિનમંદિર' તેણે ખંધાવ્યું હતું, જેમાં મૂળનાયક શ્રીઋષભદેવ પ્રભુ બિરાજમાન હતા. સુધન શેઠના સહવાસથી ભીમ' નામના રાજા પણ શ્રાવક થયી હતા.
એક સમયે તે શહેરમાં લીપા નામના એક કાપાલિક આગ્યે. તેને ચેટક સાધ્ય કરેલેા હોવાથી, પાટલીપુત્રનાં બધા માણસાને ચમત્કાર બતાવી પોતા તરફ્ આકષી લીધા. કહેવત પણ છે કેઃ–દુનીયા ઝુકતી હૈ ઝુકાને વાલા ચાહિયે.' દા જૂદા પ્રકારના બાહ્ય સ્વાર્થની પૂર્તિના માટે અનેક મનુષ્યો તે કાપાલિક પાસે દરરાજ આવવા લાગ્યા. મતાનુતિજો હો' એ ન્યાય એકને દેખીને બીજે અને બીજાને દેખીને ત્રીજો એમ દિવસ અને રાત્રિ જ્યારે જુએ ત્યારે કાપાલિકની કૃપાના યાચકો તેના નિવાસ સ્થાને ભરાએલા જ રહેતા.
સુધન શેઠ અને ભીમરાજા એ બે જણા સિવાય લગભગ આખું ગામ કાપાલિકની પાસે આવતું હતું. સુધન શેઠ અને રાજા ભીમ અને સમજતા હતા કેઃ'नमस्कारसमो मन्त्रः शत्रुंजयसमो गिरिः ! वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ १ ॥
અર્થાત્—નમસ્કાર મંત્ર સમાન મંત્ર, શત્રુજય પર્વત જેવા [પવિત્ર] પર્યંત અને વીતરાગ સમાન દેવ ભૂતકાળમાં થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ.’
આ પ્રમાણેનાં દઢ નિશ્ચયવાળા તે બંને પુણ્યાત્માએ કાપાલિકની નિંદા કર્યા વિના પોતાના આત્મચિંતનમાં મગ્ન રહેતા હતા.
એક દિવસે ઉપરોક્ત કાપાલિકે લોકોને અભિમાનયુક્ત પ્રશ્ન કર્યાં કે ‘હું નગરજને ! આ નગરની અંદર મારી સેવા માટે કોણ નથી આવતુ ?”
આ પ્રશ્નના જવામમાં લાકોએ કહ્યું કેઃ—‘સ્વામી! આપની અદ્ભુત શક્તિના પ્રભાવથી શહેરનાં તમામ મનુષ્યે આપની પૂજા-ભક્તિ કરે છે, પરંતુ માત્ર એ મનુષ્યે જ આપની સેવા તે શું પણ આપની સામું પણ જોતા નથી. તે બંને જૈન શ્વેતામ્બર ધર્મોનુયાયી છે, જેઓનાં નામ ‘સુધનશે’અને ‘રાજા ભીમ’ છે. તે અંને જૈનધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળા હેાવાથી આપણને તે તેઓ મિથ્યાત્વી-ભૂત૧. ૬ માં ‘જિનમંદિર'ના બદલે ધર્માં સ્થાનક' શબ્દ છાપેલા છે.
૨. ૪ માં એકલા ધનાવહ' શેઠનુ જ નામ આપેલું છે.
૩. TM માં યાગિનું નામ ‘ધૂલીપાત' આપેલું છે. જ્યારે રૂ અને ૬ માં ‘ધુલી' અને ‘ધાશી’ નામના એ ચાગિનાં નામેા છે.
૪. ૪ પ્રતમાં લાને' ના બદલે પોતાના શિષ્યાને' છે.