________________
ભક્તામર સ્તોત્ર. જે કેટલા મધુર ચેત્ર વિષે ઉચ્ચારે,
તે માત્ર આશ્વતરૂ મેર તણા પ્રભાવે-૬ કાથ-હે સ્વામી! હું અ૯પ જ્ઞાનવાળે એટલે ચેડાં જ્ઞાનવાળો છું તેથી વિદ્વાનમાં હું હાંસીનું પાત્ર છે. તે પણ તમારા પરની ભક્તિ જ મને બળાત્કારે તમારી સ્તુતિ કરવામાં વાચાળ કરે છે તે યોગ્ય જ છે, વસંતઋતુમાં કોયલ જે મધુર શબ્દ કરે છે, તેનું કારણ માત્ર મનહર આંબાના મોરને સમૂહ છે. અર્થાત જેવી રીતે આંબાની માંજર ખાવાથી કોયલને શબ્દ મધુર લાગે છે, તેવી જ રીતે હું પણ ભક્તિથી તમારી સ્તુતિ કરું છું તેથી મારી સ્તુતિ વિદ્વાનમાં પ્રશંસાપાત્ર થશે.-૬
त्वत्संस्तवेन भवसन्ततिसनिवद्धं
पापं क्षणात् क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोकमलिनीलमशेषमाशु सूर्याशुभिन्नमिव शार्वरमन्धकारम् ॥७॥
સમશ્લોકી બાંધેલ પાપ જનનાં ભવ સર્વ જેહ,
હારી સ્તુતિથી ક્ષણમાં ક્ષય થાય તેહ; આ લોક વ્યાપ્ત નિશીનું ભમરા સમાન,
અંધારૂં સૂર્ય કિરણથી હરાય જેમ. ૭ શ્લેકાર્થ – હે પ્રભુ !) કટિ ભવમાં ઉપાર્જન કરેલાં પ્રાણીઓનાં પાપકર્મ તમારી સ્તુતિ કરવાથી તત્કાળ નાશ પામે છે. જેવી રીતે લોકમાં વ્યાપી ગએલું, ભમરાની જેવું કાળું, કૃષ્ણપક્ષની રાત્રિ સંબંધીનું સર્વ અંધારૂં સવારમાં થતા સૂર્યોદયથી નાશ પામે છે, તેવી જ રીતે જિનેશ્વરદેવની સ્તુતિ કટિ ભવના પાપોનો નાશ કરે છે.
વાર્તા ૩જી સ્લાક-પ-૬-૭
સુધન શ્રેષ્ઠિની કથા. પાટલીપુત્ર નામના શહેરમાં સુધન' નામે એક શેઠ રહેતો હતો, તે તેના નામ પ્રમાણે ઘણે જ ધનવાન હતા. જેમ બીજાઓ કરતાં તે વધારે ધનવાન હતો, તેમ બીજાઓ કરતાં ઉદાર વૃત્તિવાળ પણ વધારે હતો. ૪Wામi લમીનું આભૂષણ દાન છે, અને દાનથી જ લક્ષમી ટકે છે તથા શેભે છે. તે જે દાનેશ્વરી 1. ૨, ૩ અને ૪ માં શહેરનું નામ પટણા છે, જે પાટલીપુત્રનું જ બીજું નામ છે. ૨. ૪ માં શેઠનું નામ “ધનાવહ છે, જ્યારે ર૪ અને ૫ માં ઉપર પ્રમાણે “સુધન” જ છે.