________________
૩૧૭
ભક્તામર સ્તોત્ર, આ વચન સાંભળી એક મનુષ્ય બે કે –“મહારાજા! આપણી નગરીમાં હેમષિ” ભદ્રિક, ધર્માત્મા અને સદાચારી છે, તેમ જ ભકતામર સ્તોત્ર બહુ જ સારી રીતે જાણે છે, તેઓને પૂછવાથી આપશ્રી કાંઈક જાણી શકશે એમ મારું માનવું છે.”
મહારાજાએ હેમશ્રેષ્ટિનું નામ સાંભળી તેમ જ તેઓ સારી રીતે ભકતામર જાણે છે એવું જાણી એક નોકરને હુકમ કર્યો કે –“હેમશ્રેષ્ટિ ને જલદી અહીં બેલાવી લાવે”.
મહારાજાની આજ્ઞા થતાં જ નેકર શેઠને ત્યાં ગયો અને આપને મહારાજા બેલાવે છે એવું શેઠને કહ્યું, એટલે મહારાજાની આજ્ઞાને માન આપી શેઠે ચાચિત્ત સ્થિતિએ રાજદરબારમાં આવી નમન કરી “શી આજ્ઞા છે એમ કહી ઊભા રહ્યા.
મહારાજાએ શેઠને યોગ્ય સન્માન આપી બેસાડયા પછી કહ્યું કે મેં સાંભળ્યું છે કે આપ ભક્તામર સ્તોત્રને સારી રીતે જાણે છે અને ભક્તામર અત્યંત પ્રાભાવિક કહેવાય છે, એ પ્રભાવ પણ જાણે છે, તો તે શું સત્ય છે જે એ સત્ય હોય તો ભક્તામરનો પ્રભાવ જાણવાની મારી ઇચ્છા છે.”
શેઠે જવાબ આપ્યો કે –“ગુરુકૃપાથી ભક્તામર અને તેનો પ્રભાવ જાણવાજેવાની જ જે આપની ઈચ્છા હોય તે મને ત્રણ દિવસની મુદત આપે.”
- શેઠની માગણી પ્રમાણે મહારાજાએ ત્રણ દિવસની મુદત આપી, જોતજોતામાં ત્રણ દિવસ પૂરા થઈ ગયા; ત્રીજે દિવસે મહારાજા ભોજે સાંજના સમયે ભક્તામર સ્તોત્રનો પ્રભાવ જોવાના ઈરાદાથી જ હેમષિને મજબૂત નાગપાશના બંધનોથી બાંધીને પાણી વગરના એક ઉંડા અંધારા કુવામાં ઉતારી મૂક્યા અને તેઓ કોઈ પણ યુક્તિથી બહાર ન નીકળી જાય તેના માટે પોતાના સિપાઈ એને ચોકી કરવાને માટે રાજાએ બેસાડયા.
કુવામાં ઉતાર્યા પછી હેમશ્રેષ્ટિએ એક જ ધ્યાનથી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક પ્રથમના બે કાવ્યોનું ચિંતવન કર્યું તે શ્લોકોના પ્રભાવથી “ચકેશ્વરી દેવી પ્રગટ થયાં અને હેમપ્રેષ્ઠિનાં સર્વ બંધને છેડી બંધનમુક્ત કર્યા, એટલું જ નહિ પણ તે શેઠને વસ્ત્રાભૂષણથી સારી રીતે શણગારી દેવિ શક્તિથી તે જ કુવામાં એક સુંદર સ્થળ બનાવી ત્યાં જ રાખ્યા.
શેઠને બંધનમુક્ત કરી દેવી બોલ્યાં કે –હે વત્સ! સવારમાં રાજા તને બોલાવશે, અને તે વખતે મારા બનાવેલા નાગપાશથી બંધાએલા એવા તેને ભકતામરના પ્રથમ - ૧, ૪ શ્રીભક્તામર સ્તોત્ર સાર્થ માં અ. સુ. મહેતાએ દેવચંદ નામ છપાવેલ છે. શું તથા શ્રી ભોમં–માહામ્ય માં મુનિશ્રી છોટાલાલજીએ હેમચંદ્ર' નામ છપાવેલું છે. માં “ભક્તામર થા” માં ઉદયલાલ કાલીવાલે “હેમરત્ત” નામ છપાવેલું છે.