________________
૩૧૯
મહામાભાવિક નવસ્મરણ. બે લોકોથી પાણી મંતરીને છાંટવાથી તે બંધન મુક્ત થશે, આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ ગયાં.
બીજે દિવસે દેવીએ રાજાને નાગપાશથી એવો સખત બાંધી લીધું કે તે પથારીમાંથી ઉઠવાને પણ શક્તિવાન રહ્યો નહિ. ત્યારે આકાશમાં રહીને અપ્રતિચકા ચકેશ્વરી દેવી બેલી કે -અરેરે દુખ ! તું હેમશ્રેષ્ઠિને બોલાવી લાવ અને તે જે સ્તોત્ર ભણીને પાણી મંતરીને છાંટશે તો જ તારાં બંધને છુટશે.”
આ પ્રમાણે સાંભળતાંજ રાજાએ સેવકોને હુકમ કર્યો કે –“હે સેવકો ! જલદી હેમશ્રેષ્ઠિને કુવામાંથી બહાર કાઢી, તેને બંધનમુક્ત કરી અહીંયાં લાવો.”
રાજાને હુકમ થતાં જ સેવક દેડયા અને જે કુવામાં શેઠને ઉતાર્યા હતા, ત્યાં આવી શેઠના નામને અવાજ કર્યો. ત્યાં સુશોભિત વસ્ત્રાભૂષણથી અલંકૃત શેઠ કોઈની પણ સહાય વિના જ સ્વયમેવ કુવાની બહાર આવ્યા, અને પાણી મંતરીને છાંટીને રાજાને બંધનમુક્ત કર્યો.
આ બનાવથી રાજા તથા નગરના લોકે મહાન આશ્ચર્ય પામ્યા. પછી દેવીએ રાજાને તર્જના પૂર્વક પૂછયું કે – હે રાજ! ફરીથી સર્વ દેવદાનથી પૂજનિક શ્રી ઋષભદેવ પ્રભુના તેત્રને પ્રભાવ જેવો છે ?.
રાજા બોલ્યો કે “હે માતા ! મારા આ અજ્ઞાન જન્ય અપરાધ માટે મને ક્ષમા આપો અને દેવીના ચરણમાં નમી પડ્યો. પછી દેવી અંતર્ધાન થઈ ગયાં.
આ વ્યતિકર નજરે જોઈને પ્રથમ ભકતામરના પ્રભાવ માટે શંકા ઉઠાવનાર બ્રાહ્મણ તેમ જ ઘણું સભાજનોને ભકતામર પ્રત્યે શ્રદ્ધા, ભક્તિભાવ અને પૂજ્ય ભાવ ઉત્પન્ન થયો. ત્યારપછી હેમશ્રેષ્ઠિને રાજાએ ઘણું સન્માન આપી તેમની ક્ષમા માગી, મોટા સન્માનથી ઘેર વિદાય કર્યા, રાજા પરમ જૈન થયો અને સર્વત્ર જૈન શાસનને પ્રભાવ વિસ્તર્યો.
ગુ૦ સૂર વૃ૦ મંત્રાગ્નાયઃ
ॐ नमो वृषभनाथाय मृत्युञ्जयाय सर्वजीवशरणाय परमपुरुषाय चतुर्वेदाननाय अष्टादशदोषरहीताय अजरामराय सर्वज्ञाय सर्वदर्शिने सर्वदेवाय अष्टमहाप्रातिहार्यचतुत्रिंशदतिशयसहिताय श्रीसमवसरणे द्वादशपर्षद्वेष्टिताय दानसमर्थाय ग्रह नाग भूत यक्ष
ક્ષર 'વરતાય સર્વરશાન્તજાર મમ રિા કુ કુરુ સ્વાહા ! આ મંત્રનો જાપ કરવાથી સર્વ જાતની વિપત્તિને નાશ થાય છે. ૧. દે. લા પુ. ફંડ. ગ્રંથાંક, 9૯ માં ફરજ પાઠ છે, પરંતુ તે અશુદ્ધ હોય એમ લાગે છે.