________________
મહાભાવિક નવસ્મરણું. વાર્તા ૧લી ફ્લેક. ૧-૨
હમશ્રેષ્ટિ કથા. એક સમયે માળવાધિપતિ વિદ્યાપ્રેમી સુપ્રસિદ્ધ મહારાજા ભોજ પિતાની રાજધાની ઉજેણી નગરીમાં આવેલા પિતાના રાજમહેલની અંદર દરબારમાં સરદારે, સામતે, ભાયાતે તથા પંડિતથી પરિવરેલે રાજ્યસિંહાસન પર બિરાજેલો હતે. તે સમયે જુદા જુદા પ્રકારને દેશ, વિદેશ, નીતિ, ન્યાય, કુતુહલ તથા ચમત્કાર વગેરે વિષયોને વાર્તા વિનોદ ચાલી રહ્યો હતો; દરમ્યાન દરવાને આવી નમન કરીને મહારાજાને કહ્યું કે –“હે મહારાજ ! કેઈ બ્રાહ્મણ આપની પાસે કાંઈ નિવેદન કરવાની ઈચ્છા રાખે છે. જે આપશ્રીની આજ્ઞા હોય તે તેણે અંદર લાવું.
રાજાએ કહ્યું કે –“ભલે, ખુશીથી આવવા દે. અનુજ્ઞા મળતાંની સાથે જ પહેરેગીર બહાર ચાલ્યો ગયો અને થોડી જ વારમાં એક સુંદર આકૃતિવાન અને ભવ્ય ચહેરાવાળો બ્રાહ્મણ અંદર આવી મહારાજાને શુભાશીષ આપી ઊભું રહ્યું. રાજાએ યથાયોગ્ય આદરસત્કાર કરી બેસવાને આસન અપાવ્યું. આસન પર બેઠા પછી બીજી કેટલીએક વાતચીત કર્યા પછી બ્રાહ્મણે ધીમે રહીને કહ્યું કે –“મહારાજ ! મેં એકથી અનેકવાર સાંભળ્યું છે કે “ભક્તામર સ્તોત્ર મહામાભાવિક છે અને એ સ્તોત્રના કર્તા સમર્થ વિદ્વાન માનતંગ' નામના આચાર્યશ્રીએ તેનો પ્રભાવ બતાવ્યો પણ હતો. પરંતુ મને તે વાત પર વિશ્વાસ આવતો નથી કે એ પ્રભાવ “ભક્તામર નો હોય, કારણકે માનતંગ આચાર્ય મંત્રશાસ્ત્રના જાણકાર હતા અને તેથી મંત્રના પ્રભાવથી યા કેઈ દેવ વિશિષ્ટની સાધનાથી અથવા તો કોઈ તંત્ર અગર ઔષધિના પ્રભાવથી કદાચ ચમત્કાર બતાવ્યા પણ હોય તો તે સંભવિત છે અને એવા પ્રયોગો વડે લોકોને આશ્ચર્ય પમાડીને તે પ્રભાવ ભક્તામરને છે તેવું લોકોમાં જાહેર કરેલું હોય એવું મને જણાય છે. પરંતુ વાસ્તવિક રીતે એવો પ્રભાવ ભક્તામર' નો જ હાય એમ માની શકાતું નથી. હું તો “ભક્તામરનું માહાસ્ય સત્ય ત્યારે જ સમજું કે જે અહીં બીજો કોઈ તેને પ્રભાવ પ્રત્યક્ષ બતાવે; નહીતર “ભક્તામર, ને પ્રભાવ કાંઈ છે જ નહિ એમ જે હું માનું છું તે સત્ય જ છે.”
આ પ્રમાણેનાં બ્રાહ્મણનાં વચન સાંભળી રાજાને પણ ભક્તામરીના માહાસ્ય અને સત્ય પ્રભાવ માટે શંકા થઈ અને તેથી સત્ય પ્રભાવ જાણવાની જિજ્ઞાસાથી કચેરીમાં બેઠેલા સભાજને સમક્ષ રાજા કહેવા લાગ્યો કે –“મારી આ નગરીમાં ભક્તામર જાણનાર અને તેનો પ્રભાવ બતાવનાર કઈ છે?