________________
૨૮૯
અજિતશાંતિ સ્તવન. [ व्यपगताशोभनभावौ तावहं विपुलतपोनिर्मलस्वभावौ।
निरुपममहाप्रभावौ स्तोष्ये सुदृष्टसद्भावौ ॥२॥ गाथा ] ભાવાર્થ-જેઓના મંગલ એટલે અશુભન ભાવ, વવગય એટલે નાશ પામ્યા છે, ઉગ્ર તપસ્યા વડે જેઓને સ્વભાવ નિર્મળ થએલો છે, જેનો પ્રભાવ એટલે મહિમા ઉપમા રહિત અને મેટો છે, તથા જેઓએ કેવળજ્ઞાન અને કેવનદર્શન વડે વિદ્યમાન એવા જીવાજીવાદિ ભાવોને યથાર્થ રીતે સંપૂર્ણ પણે જાણેલા છે, એવા શ્રી અજિતનાથ અને શાંતિનાથ પ્રભુની હું નિદિષેણ કવિ ] સ્તુતિ કરીશ. - આ બંને શ્લોકોના ભાવ પરથી તૈયાર થએલી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૬૭માં દેરીઓની અંદર અનુક્રમે શ્રી અજિતનાથ તથા શાંતિનાથ પ્રભુની મૃતિઓ આંગી સહિત બિરાજમાન છે. અજિતનાથ પ્રભુની પલાંઠીની નીચે ચિત્રકારે તેઓને ઓળખવા માટે હાથીનું ચિન્હ તથા શ્રી શાંતિનાથ પ્રભુની પલાંઠી નીચે હરણનું ચિન્હ રજુ કરેલું છે, વળી તેઓની સન્મુખ બે હાથ જોડીને સ્તુતિ કરતા ઉઘાડા માથાવાળા એક જૈન સાધુનું ચિત્ર દેરીને “શ્રી અજિતશાંતિ સ્તવના કર્તા શ્રી નંદિષેણ મુનિની રજુઆત ચિત્રકારે કરેલી છે. અને ચિત્રની નીચેના ભાગમાં નાટારંભ કરતી બે સ્ત્રીઓ, બંને હાથે ઢોલ વગાડતાં બે પુરુષો તથા બંને હાથે મંજીરા અગર ઝાંઝ વગાડતાં બીજા બે પુરુષોની રજુઆત કરીને ચિત્રકારના સમયમાં જૈનમંદિરોમાં પ્રભુની સન્મુખ ભક્તિ નિમિત્તે થતા નાટારંભનો
ખ્યાલ આપવા પ્રયત્ન ચિત્રકારે કરેલ છે. ચિત્રમાં રજુ કરેલા પુરુષોની પાઘડીઓ પરથી તથા નાટારંભ કરતી બંને સ્ત્રીઓના પહેરવેશથી આ ચિત્ર મોગલ સમયના અંત ભાગમાં ચિતરાએલું હોવું જોઈએ એમ અનુમાન થઈ શકે છે.
सव्वदुक्खप्पसंतीण, सव्वपावप्पसंतिणं । सया अजिअसंतीणं, नमो अजिअसंतिणं ॥३॥ [सिलोगो+ [સર્વાનિતમ્યાં, સર્વપાપાશાન્તિસ્થાનું !
सदाऽजितशान्तिभ्यां नमोऽजितशान्तिभ्याम् ॥ ३॥] + આ લોક નામનો છંદ છે તેનું લક્ષણ આ પ્રમાણે –
पंचम लहु सव्वत्थ, सत्तमं दुचउत्थए छ, पुण गुरुं जाण, सिलोग बिंति पंडिआ ॥१॥ (सर्वत्र पंचमं लघु, द्वितियचतुर्थयोः (पादयोः) सप्तमम् ।
षष्टं पुनगुरु येषामक्षरं तं श्लोकं ब्रुवते पण्डिताः ॥ અર્થાત-પાંચમે અક્ષર સર્વત્ર-ચારે પાદમાં લઘુ હોય અને છઠ્ઠો અક્ષર સર્વત્ર ગુરૂ હોય તથા બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ હોય તે તેને પંડિતે ક નામનો છંદ કહે છે.