________________
નમિઊ સ્તાત્ર.
उपसर्गान्ते कमठासुरस्य ध्यानात् यो न संचलितः ।
सुरनरकिन्नरयुवतिभिः संस्तुतः जयतु पार्श्वजिनः ॥ २२ ॥
ભાવાર્થ:——કમઠાસુરે ઉપસર્ગ કર્યાં ત્યારે જે પ્રભુ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, તે સુર, નર અને ર્કિનરની સ્ત્રીએવડે સ્તુતિ કરાએલા એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર જયવતા વર્તે.-૨૨ આ લેાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર નં. ૧૬૫
૨૮૭
ચિત્રની મધ્યમાં પાર્શ્વનાથ પ્રભુ કાર્યાત્સર્ગ મુદ્રાએ ઊભા રહેલા છે, તેઓના મસ્તક ઉપર ધરણેન્દ્ર નાગના સ્વરૂપે સાત કણારૂપી છત્ર ધરેલું છે. અને તે પ્રભુની ડાબી બાજુએ બે હાથની અલિ જોડીને પ્રભુની સ્તુતિ કરતા ઊભા રહેલે છે. વળી પ્રભુની જમણી બાજુએ બે હાથ જોડીને એક સ્ત્રી ઊભી રહેલી છે, જેણીના મસ્તક ઉપર સર્પની ત્રણ ફણા સ્પષ્ટ બતાવીને તે પદ્માવતી હેાવાને ભાવ ચિત્રકારે રજુ કરેલા છે અને તેવા જ ભાવ ધરણેન્દ્રના મસ્તક ઉપર ત્રણ ફણાની રજુઆત કરીને દર્શાવેલે છે, પ્રભુના પગની નીચેના ભાગમાં કમડાસુર એ હાથ જોડીને પેાતાના કૃત્યાની ક્ષમા માગતા જણાય છે. આ ચિત્રમાં ચિત્રકારે ધરણેન્દ્રને જમણી બાજુના બદલે ડાબી બાજુએ અને પદ્માવતીને ડાબી માનુના બદલે જમણી બાજુ રજુ કરીને પેાતાનું જૈનધર્મના રીતિ રિવાજોનું અજ્ઞાન બતાવેલું છે. મન્ત્રનું માહાત્મ્ય—
अस्स मज्झयारे, अट्ठारसअक्खरेहिं जो मंतो । जो जाणइ सो झाय, परमपयत्थं फुर्ड पासं ॥ २३ ॥ [તસ્ય મઘ્યે અષ્ટાશાક્ષરો: યઃ મન્ત્રઃ ।
यो जानाति स ध्यायति परमपदस्थं स्फुटं पार्श्वम् ॥]
ભાવાર્થ:—આ સ્તવનમાં (મિઙળ પાસ વિસજ્જર વસદ્ નિળ દુનિ)+ અઢાર અક્ષરનેા બનેલા [ચિંતામણી નામના ] જે મન્ત્ર ગુપ્ત રહેલેા છે, તે મન્ત્રને જે જાણું છે, તે મનુષ્ય પરમ પદને પામ થએલા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું પ્રગટપણે ધ્યાન કરે છે એમ જાણવું.-૨૩
+ આ ચિંતામણિ નામના અઢાર અક્ષરનું જુદી જુદી રીતે ધ્યાન ધરવાનું જૈનાચાર્યએ બતાવેલું છે અને તેનું ધ્યાન ધરવા માટેના યંત્રની આકૃતિઓ પણ જુદી જુદી રીતે બનાવવાની વિધિએ તે મહાત્મા પુરૂષોએ બતાવેલી છે, આ વિષયના જિજ્ઞાસુઓને માટે મારા તરફથી પ્રસિદ્ધ થએલ ‘મન્ત્રાધિરાજ-ચિંતામણિ' (કિંમત રૂપિઆ સાડા સાત) નામના ગ્રંથમાં છપાએલાં સ્તોત્રા તથા માનતુ ંગસૂરિ શિષ્ય શ્રી ધર્માષસૂરિ વિરચિત ‘ચિંતામણિ કહ્યું” તથા સાગરચંદ્રસૂરિ વિરચિત ‘મન્ત્રાધિરાજ કલ્પ' અને ‘શ્રીચિંતામણિ યંત્ર' નામના યંત્ર વગેરે જોવા ભલામણ છે.
—સંપાદક.