________________
એક વખત શ્રીસિદ્ધસેનસૂરિએ પિતાની કવિત્વ શક્તિથી વિક્રમાદિત્ય રાજાને ખુશ કર્યો હતો અને તે વખતે રાજાએ તેમને એક ક્રોડ સોનૈયા આપવા માંડ્યા પણ તેઓએ તે દ્રવ્ય સાધારણ ખાતાના ફંડમાં અપાવ્યું અને તેથી ગરીબ શ્રાવકનો અને જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો.
એકવાર તેઓશ્રી ચિતોડગઢ ગયા હતા, ત્યાં તેમની નજરે એક વિચિત્ર સ્તંભ પડ્યો, જે ન પત્થરનો હતા, ને માટીને અને ન લાકડાને, તેથી આચાર્ય મહરાજે તેની બારીક તપાસ કરી તે તે લેપમય લાગ્યો, આથી તેમણે વિરૂદ્ધ દ્રવ્યોથી ઘસીને તેને એક છિદ્ર પડયું તે પુસ્તકોથી ભરેલો જણાયો. આચાર્ય મહારાજે તેમાંથી એક પુસ્તક કાઢીને તેનું એક પત્ર લઈને વાંચ્યું, એટલામાં તે તે પુસ્તક તેમના હાથમાંથી અદષ્ટ દેવતાએ ટવી લીધું, પણ તેમાંથી તેઓશ્રીને સુવર્ણસિદ્ધિયોગ અને સરસથી સુભટ નિપજાવવાની વિધિ-આ બે પ્રગોયાદ રહી ગયા. એકવખતે વિહાર કરતા કરતા તેઓશ્રી છેક પૂર્વ દેશમાં ગયા, ત્યાં તેઓ કમર ગામમાં ગયા, જ્યાં દેવપાલ રાજાની તેઓને મુલાકાત થઈ. ધર્મકથાથી આચાર્ય મહારાજે દેવપાલને જૈનધર્મ તરફ ખેંચો અને પિતાનો મિત્ર બનાવ્યો. આચાર્ય મહારાજ દેવપાલના આગ્રહથી ત્યાં જ રહ્યા હતા તેવામાં કામરૂ દેશનો રાજા વિજયવર્મા હટી સેનાની સાથે દેવપાલના નગર ઉપર ચઢી આવ્યો શત્રની ચઢાઈ અને તેના અધિક બલની વાત દેવપાલે સિદ્ધસેનસૂરિને કહીને જણાવ્યું કે આ પ્રબલ શત્રુ સામે ટકી રહેવા જેવું મારી પાસે દ્રવ્ય અને સેનાનું બલ નથી, આ ઉપરથી સિદ્ધિસેને સુવર્ણસિદ્ધિથી દ્રવ્ય અને સર્ષના પ્રયોગથી ઘણું સુભટો ઉપજાવીને તેને સહાયતા કરી અને દેવપાલે આ અણધારી મદદથી વિજ્યવર્મા ઉપર જીત મેળવી. પોતાને મુંઝવણુરૂપ અંધકારમાં પ્રકાશ આપ્યો તેથી દેવપાલે સિદ્ધસેનને દિવાકર” એ વિશેષણથી બોલાવ્યા. દેવપાલે એ પછી સિદ્ધિસેનને અતિશય માન આપ્યું, તે એટલે સુધી કે તેમને આગ્રહ કરી કરીને પાલખી અને હાથી ઉપર બેસાડવા માંડયા, દાક્ષિણ્યતાને વશ થએલા આચાર્ય મહારાજ પણ રાજાના આ આગ્રહને પાછો ઠેલી ન શક્યા અને શિથિલાચારમાં પડી ગયા.
વૃદ્ધવાદીસૂરિએ સિદ્ધસેનની આ પ્રમાદિ અવસ્થાના સમાચાર લોકોના મુખેથી સાંભળ્યા અને તેઓ વિહાર કરીને કમરપુર આવ્યા અને પાલખીમાં બેસીને ફરતા સિદ્ધસેનને યુક્તિથી સમજાવીને શિથિલાચાર છોડાવ્યો અને તે પછી તેને ગચ્છને ભાર સોંપીને વૃદ્ધવાદિસરિએ પરલોકવાસ કર્યો.
સિદ્ધસેન દિવાકર સૂરિએ એક વખત મૂલ જૈન આગમો જે પ્રાકૃત ભાષામાં બનેલાં છે, તે સંસ્કૃત ભાષામાં ફેરવી નાખવાને વિચાર કર્યો, પરંતુ એમના એ સંક૯૫થી શ્રમણસંઘે એમને ઠપકે આપીને બાર વર્ષ પર્યન્ત ગચ્છ અને સાધુ વેષ છોડી દઇને ચાલ્યા જવાની સજા ફરમાવી અને કહ્યું કે જે તમારાથી જનધની શ્રેષ્ઠ પ્લેટ ઉન્નતિ થએલી સંધ જોશે તો બાર વર્ષ ની અન્દર પણ તમોને આ ગુન્હાની માફી આપીને સંધમાં લઈ લેવામાં આવશે’ સિદ્ધસેને આ પારાંચિત નામનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું અને ગછ છોડીને ગુપ્ત વેષમાં નીકળી ગયા. સાત વર્ષ સુધી આમતેમ ભ્રમણ કરીને અવધૂત વેષધારી સિદ્ધસેન ઉજજયિનીમાં ગયા અને કવિતાથી વિક્રમરાજાનું મનરંજન કરીને તેની સભાને પંઠિત થઈને રહ્યા.