________________
આ સાંભળીને વૃદ્ધવાદીસૂરિ બોલ્યા કે જે એમ હોય, તે પિતાના હૃદયને સંતોષ પમાડવા માટે આપણે વિદ્વાનોની સભામાં કેમ ન જઈએ? કારણ કે સુવર્ણની પ્રાપ્તિ થતી હોય, તો પિત્તળને કોણ ગ્રહણ કરે ? એમ કહ્યા છતાં પણ જ્યારે તેણે “મારે તો અહીં જ વાદ કરે છે, એ પિતાને કદાગ્રહ ન મૂકો, ત્યારે આચાર્ય મહારાજે એ વાત કબુલ કરી અને ત્યાં હાજર રહેલા એવા ગોવાળને તે વખતે સભાસદ તરીકે નીમ્યા. પછી સિદ્ધસેને પિતાને પક્ષ સ્થાપન કરતાં કહ્યું કે- સર્વજ્ઞ કઈ છે જ નહિ. કારણ કે આકાશપુષ્પના દૃષ્ટતની માફક પ્રત્યક્ષ, અનુમાનાદિક પ્રમાણોથી ઉપલબ્ધ નથી.' એમ કહીને તે મૌન રહ્યો.
તે વખતે ગવાળાને સંતોષ પમાડતાં વૃદ્ધવાદી કહેવા લાગ્યા કે-“આ સિદ્ધસેનનું કથન તમે કાંઈ સમજી શક્યા કે નહિ ?
તેઓ બોલ્યા કે–ફારસી ભાષા જેવું અવ્યક્ત વચન શી રીતે સમજી શકાય?
આ સાંભળીને વૃદ્ધવાદી બોલ્યા કે-હે ગોવાળો ! એનું વચન હું બરાબર સમજી શક્યો . એ કહે છે કે–જિન-વીતરાગ નથી. માટે તમે સત્ય કહી બતાવો કે તમારા ગામમાં વીતરાગ સર્વ છે કે નહિ ?”
તે બધા બોલી ઉઠ્યા કે-જૈન ચિત્યમાં જિન સર્વ વિદ્યમાન છે, માટે એનું વચન મિથ્યા છે આ પ્રમાણ વિનાના વિપ્ર વચનને અમે માન્ય કરતા નથી.'
પછી આચાર્ય મહારાજ પુનઃ કહેવા લાગ્યા કે–“હે વિપ! સત્ય વચને કહું છું તે સાંભળ– પ્રજ્ઞાતિશય ક્યાંક તરતમતામાં વિરામ પામે છે, પરમાણુઓમાં જેમ ન્યુનાધિકતા છે, તેમ અતિશયમાં પણ તે ફુટ છે. અને લઘુ કે ગુરૂતર, પરમાણુ અને આકાશમાં પણ ઉપલબ્ધ છે. પ્રજ્ઞાને અવધિ તે કેવળજ્ઞાન સિદ્ધ જ છે. એ જ્ઞાન તે ગુણ છે, માટે વિચાર કર, તેના આધાર ૩૫ કોઈ દ્રવ્ય પણ હોવું જ જોઈએ. તે આધાર રૂપ દ્રવ્ય તે જ સર્વજ્ઞ છે. એમ સર્વાની સિદ્ધિ થઈ જ જાય છે.”
આ પ્રમાણે વચન વિસ્તારથી વૃદ્ધવાદીસુરિએ પિતાને પંડિત માનનાર એવા સિદ્ધસેન બ્રાહ્મણને જીતી લીધે કારણ કે આવા સમર્થ વિદ્વાન આગળ તે શું માત્ર છે?
સિદ્ધસેન પણ હર્ષાશ્રુથી લચનને આદ્ર બનાવતો કહેવા લાગ્યો કે- હે ભગવાન! પ્રથમ તે તમે પિતે જ ખરેખરા સર્વજ્ઞ છે કે મને જીતી લીધે, તો હવે મેં પૂર્વે કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે તમે મને શિષ્ય થવાની અનુમતિ આપે અર્થાત મને આપશ્રીને શિષ્ય બનાવે, કારણ કે મેં પૂર્વે એવી પ્રતિજ્ઞા કરી છે કે-જેને હું ઉત્તર આપવા સમર્થ ન થાઉં, તેને શિષ્ય બનું.” એટલે ગુરુ મહારાજે પિતે તત્પર થએલ એવા સિદ્ધસેન બ્રાહ્મણને જૈન વિધિ પ્રમાણે દીક્ષા આપી અને તેનું કુમુદચંદ્ર એવું નામ પાડ્યું. પછી બાણની માફક પિતાની તીક્ષ્ય અને પ્રકૃષ્ટ પ્રતિભાના બળે કુમુદચંદ્ર મુનિ તે કાળના સર્વે સિદ્ધાંતના સત્વર પારગામી થઈ ગયા. ગુરુએ પણ પ્રમોદપૂર્વક તેઓને આચાર્યપદે સ્થાપન કર્યો. પૂર્વે તેમનું નામ તો પ્રસિદ્ધ હતું જે અને આ વખતે વધારે વિખ્યાત થયું. પછી ગુરુમહારાજે શ્રીસિદ્ધસેનસૂરિને ગછ ભળાવીને પોતે અન્યત્ર વિહાર કર્યો, કારણ કે ગુરુ દૂર રહીને જ શિષ્યને પ્રભાવ જુએ છે.