________________
એક વખતે સિદ્ધસેન દિવાકર વિક્રમાદિત્ય રાજાની સાથે કુંડગેશ્વર નામના શિવમંદિરમાં ગયા. પરંતુ ત્યાં શિવને નમસ્કાર કર્યો નહિ, રાજાએ તેનું કારણ પૂછતાં તેઓએ કહ્યું કે–મ્હારો પ્રણામ સહન કરે તે દેવ બીજા જાણવા, આ દેવથી હારો પ્રણામ સહન થઈ શકે નહિ” રાજાને આ સાંભળીને વધારે આશ્ચર્ય થયું અને આગ્રહ પૂર્વક કહ્યું, તે ઉપરથી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ મંદિર, ઇત્યાદિ પદોથી શરૂ થતા અભિનવ સ્તોત્રની રચના કરીને સ્તુતિ કરવા માંડી અને આ સ્તોત્રનું તેરમું કાવ્ય બેલતા ધરણેન્દ્ર નામનો નાગરાજ ત્યાં આવ્યો અને તેના પ્રભાવથી શિવલિંગ ફાટીને નીચેથી શ્રી પાર્શ્વનાથ તીર્થંકરની પ્રતિમા પ્રગટ થઈ તે જોઈને સિદ્ધસેને વિશેષ ભક્તિથી
સ્તુતિ કરીને રાજાને કહ્યું કે –“અમારા પ્રણામ સહન કરે તે દેવ આ છે આ આશ્ચર્યથી રાજા સિદ્ધસેન દિવાકરને પરમભક્ત બન્યો અને જૈનધર્મને સહાયક થયે. શ્રમણસંઘે પણ શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત માફ કરીને સિદ્ધસેનને સંધમાં લઈ લીધા.”
સિદ્ધસેનસૂરિના સમય માટે ઘણો જ મતભેદ છે, પરંતુ તે માટે શ્રી આત્માનંદ જૈન સભા ભાવનગર તરફથી વિ. સંવત ૧૯૮૭ માં પ્રસિદ્ધ થએલા “શ્રીપ્રભાવક ચરિત્ર” માં ઇતિહાસ પ્રેમી મુનિમહારાજ શ્રી કલ્યાણવિજયજીએ લખેલા “પ્રબન્ધપયલેચન' માં ઘણી ચર્ચા કરીને નિશ્ચિત કરેલે ચોથાથી પાંચમા સૈકાની વચલો સમય જ મને વધારે વાસ્તવિક લાગે છે.
કહ્યાણુમંદિરના મન્ટો તથા યંત્રો
કલ્યાણુમંદિર સ્તોત્રના મન્નાનાયો જે પ્રસ્તુત પુસ્તકમાં છપાવવામાં આવેલા છે તે આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજીના સંગ્રહની હસ્તલિખિત પ્રત ઉપરથી લેવામાં આવેલા છે અને તે માટે તેઓશ્રીને હું આભાર માનું છું. આ મન્ત્રાન્તાના રચનાર વિક્રમની અગિયારમી સદી પછીના કઈ વિદ્વાન હોય તેમ લાગે છે; કારણ કે આ મન્ત્રાન્ઝાયમાં આપવામાં આવેલા મોટા ભાગના મંત્ર મહાનમંત્રવાદી શ્રીમલિષેણસૂરિ વિરચિત “શ્રીભૈરવપદ્માવતીકલ્પ' નામના મારા તરફથી પ્રસિદ્ધ થએલા પુસ્તકમાં આપવામાં આવેલા છે, જ્યારે મહિષેણસૂરિનો સમય વિક્રમની અગિયારમી શતાબ્દિને છે.
વળી કલ્યાણુમંદિર સ્તોત્રના ૪૩ તેંતાલીશ યંત્રો જે પ્રસ્તુત પુસ્તકમાં પ્રથમ જ વાર મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તે મુંબાઈની શ્રી પન્નાલાલજી અિલક દિગંબર જૈન સરસ્વતી ભવનના સંગ્રહની હસ્તપ્રત ઉપરથી લેવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરવા દેવા માટે તે સંસ્થાના કાર્યવાહક તથા તે ભવનના સેક્રેટરી શ્રીયુત રામપ્રસાદજી જૈનના પણ અત્રે આભાર માનું છું, પ્રસ્તુત યંત્રોને માટે બીજી હસ્તપ્રત મેળવવા માટે મારા તરફથી ગુજરાત, મારવાડ અને મેવાડના ઘણાખરા ભંડારોમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેની બીજી પ્રતો નહિ મલવાથી એક જ હસ્તપ્રત ઉપરથી આ મંત્રાકૃતિઓ આચાર્ય મહારાજ શ્રીજયસિંહસૂરિજી પાસે જ તૈયાર કરાવી આપવામાં આવી છે, એટલે કદાચ અન્ય કોઈ વિદ્વાન મહાનુભાવોના જોવામાં આ યંત્રોની બીજી હસ્તપ્રત આવે તે મને લખી જણાવવાથી તેમાં રહી ગયેલી ભૂલે જે માલુમ પડશે તે સુધારવા પ્રયત્ન કરીશ.