________________
૨૫૨
મહામાભાવિક નવમરણ.
ભાવાર્થ –
આ સ્તોત્રનું ત્રિકાળ (સવાર, બપોર અને સાંજ) અથવા માત્ર સવારે અને સાંજે સ્મરણ કરવાથી દુષ્ટ ભૂત, શાકિની અને ગાદિ ભય થાય નહિ. મહાપુણ્યની પ્રાપ્તિ થાય અને સુલભ બોધિપણાની પ્રાપ્તિ થાય. વિશેષ –
મરકી વગેરે રોગાદિની શંકા ઉત્પન્ન થાય ત્યારે ઉવસગ્ગહર૦ તથા પંચપરમેષ્ટિ (નવકાર) નમસ્કારની માફક આ સ્તોત્ર સારી રીતે કઠે કરીને દરેક ઘરમાં સર્વ માણસોએ પવિત્ર થઈને ત્રણે કાળ સાત સાત વાર અગર ત્રણ ત્રણ વાર ગણવું જોઈએ. જેને આવડતું ન હોય તેને બીજા સંભળાવવું. ગણનાર તથા સાંભળનારને મરકી વગેરે ઉપદ્રવના કલેશ થાય નહિ.
હરહંમેશ બંને વખત (સવાર અને સાંજ) ના પ્રતિકમણની સમાપ્તિ વખતે અથવા પાક્ષિક (૫ખ્ખી) પ્રતિક્રમણના અંતે કોઈ સાત વાર તે કે ત્રણ વાર ગણે છે અને બાકીના સર્વ સાવધાન થઈને સાંભળે છે તે સર્વને તે દિવસે, તે રાત્રીએ અને તે પખવાડીએ કેઈપણ પ્રકારના ઉપદ્રવ થતાં નથી. આ પ્રમાણે ચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી) પ્રતિક્રમણના અંતે પણ સમજવું.
કદાચ કોઈને તાવ સહિત અથવા તાવ રહિત ગ્રંથી (ગાંઠ) નીકળી હોય, તે તરત પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી, રૂધિર (લેહી) હાડકાં, માંસ, મલ [વિષ્ટા તથા મૂત્રાદિ રહીત શુચિ [પવિત્ર] સ્થાનકે પાટલા વગેરે ઉપર બેસી “શ્રી મુનિસુંદરસૂરિ ગુરૂજે નમઃ” આ શબ્દ રોગી સાંભળે તેવી રીતે ૨૧ વાર બોલીને પિતાના શરીરને મસ્તકથી માંડી ૭ વાર આખા શરીરે સ્પર્શ કરીને સાવધાન મનથી આત્મરક્ષા કરીને, બીજા બધાં કામકાજ છોડી દઈને તેત્ર ભણીને વસ્ત્રને છેડા ગાંઠને અડે તેવી રીતે રાખીને ઉંજીયે. અખંડ ૧૦૮ વાર સ્તોત્ર ગણવું, આ પ્રમાણે કરવાથી જ્વર તથા ગાંઠ વગેરે ઉપશાંત થાય. હજારે વાર અજમાવેલ છે અને બીજાઓએ પણ સેંકડો વાર (આ પ્રયોગને) પ્રભાવ જેએલે છે.
આ સ્તોત્ર ભણતાં વચ્ચે ઉવસગહર, વગેરે અન્ય કોઈપણ સ્તોત્રનો જાપ ન કર તથા મિથ્યાત્વાદિના કેઈ પણ પ્રગ કરવા નહિ. કેઈપણ જેન અગર અજેના પ્રયોગનું મિશ્રણ કરવાથી જોઈએ તેવું ફલ મેળવી શકાતું નથી, - a ૬ યુદ્ધ સંપર્થ પર સુધી આ સ્તોત્રની ગાથા તેર જ કંઠે કરવી અને જપવી. અધિક ગાથા કેઈએ પણ જવી નહિ. ગાંઠ વગેરે નીકળતાં તુરત જ અન્ય મિથ્યાત્વીઓનાં ઉપચારને ત્યાગ કરી આ સ્તંત્રને પ્રયોગ કરવાથી તરત જ સુખેથી