________________
૨૪૮
મહામાભાવિક અવસ્મરણ,
અને અંકુશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૨૦ તેણીના ત્રિરંગી ચિત્ર માટે તથા જુદાં જુદાં સ્વરૂપનાં ચિત્ર માટે “ભૈરવપદ્માવતી કલ્પમાં પ્રસિદ્ધ થએલાં ચિત્રો જુઓ.
तस्मिन्नेव तीर्थे समुत्पन्नां सिद्धायिकां हरितवर्णी सिंहवाहनां चतुर्भुजां पुस्तकाभययुक्तदक्षिणकरां मातुलिङ्गबाणान्वितवामहस्तां चेति' ॥२४॥
અર્થાત–તેઓ [ શ્રીમહાવીરસ્વામી ]ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી સિદ્ધાયિકા દેવીને હરિતવર્ણ, સિંહનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણે બે હાથ પુસ્તક અને અભયથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં બીજેરૂ અને બાણ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૨૧
-निर्वाणकलिका पत्र ३४ थी ३७ इअ तित्थरक्खणरया, अन्ने वि सुरासुरी य चउहावि ।
वंतरजोइणिपमुहा, कुणंतु रक्खं सया अम्हं ॥११॥ [इति तीर्थरक्षणरता अन्येऽपि सुरासुर्यश्च चतुर्धाऽपि । व्यन्तरयोगिनीप्रमुखाः कुर्वन्तु रक्षां सदाऽस्माकम् ॥]
અર્થ –એ પ્રમાણે તીર્થનું એટલે ચતુર્વિધ સંઘનું રક્ષણ કરવાને તત્પર એવા યક્ષ યક્ષિણીઓ અને બીજા પણ ચાર નિકાય' (ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક)ના દેવ, દેવીઓ, વ્યંતર, યોગિનીસ વગેરે અમારું સદા રક્ષણ કરો.
एवं सुदिद्विसुरगण-सहिओ संघस्स संतिजिणचंदो।
मज्झ वि करेउ रक्खं, मुणिसुंदरसूरिथुअमहिमा ॥१२॥ [ एवं सुदृष्टिसुरगणसहितः सङ्घस्य शान्तिजिनचन्द्रः ।
ममाऽपि करोतु रक्षां मुनिसुन्दरसुरिस्तुतमहिमा ॥] અર્થ-આ પ્રમાણે મુનિસુંદરસૂરિએ જેના મહિમાની સ્તુતિ કરી છે એવા સમકિતદૃષ્ટિ દેવના સમૂહ સહિત શ્રી શાંતિનાથ જિનેશ્વર શ્રીસંઘની તથા મારી પણ રક્ષા કરો.
૧ ચાર નિકાયના દેવાનું વર્ણન સંગ્રહણીસૂત્રમાં વિસ્તારથી આપેલું છે અને ભુવનપતિ તથા વ્યંતરદેવનાં ઇન્દ્રોનાં ચિત્રો માટે “જૈનચિત્રક૯૫૬મના ચિત્ર. ૨૬૯, ૨૭૫તથા ર૭૬ જુઓ. ૨ યોગિનીની સંખ્યા ૬૪ ચોસઠ છે તેમના નામો માટે “શ્રીભૈરવપદ્માવતીક૫'માં છપાએલ “ફિર. નંબર. ૨૪નું સ્તોત્ર જુઓ.
...