________________
શ્રી સંતિકર સ્તવન.
૨૪૭ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां वैरोट्यां देवीं कृष्णवर्णी पद्मासनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्तां चेति' ॥१९॥
અર્થાત્ –તેઓ (શ્રી મલ્લિનાથપ્રભુ)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી વૈરચ્યાદેવીને કાળવણ, કમલનું આસન અને ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથમાં વરદ અને જપમાળા શોભે છે, તથા ડાબા બે હાથ બીજોરું અને શક્તિથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧૬
तस्मिन्नेव तीर्थे समुत्पन्नां वरदत्तां (अच्छुप्तां) देवीं गौरवर्णा भद्रासनारूढां चतुर्भुजां वरदाक्षसूत्रयुतदक्षिणकरां बीजपूरक'कुम्भयुतवामहस्तां चेति' ॥२०॥
અર્થા–તેઓ (શ્રી મુનિસુવ્રતસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી વરદત્તા (અચ્છતા) દેવીને ગૌરવર્ણ, ભદ્રાસન પર બેઠેલી તથા ચાર ભુજાવાળી છે. તેમાં જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે, તથા ડાબે બે હાથમાં બીજોરું તથા કુંભ (શળ) શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧૭
'नमेर्गन्धारीदेवी श्वेतां हंसवाहनां चतुर्भुजां वरदखड्गयुक्तदक्षिणभुजद्वयां वीजपूर(૪)કુમગુતવાદ્રશાં તિ' પર.
અર્થાતુ-તેઓ શ્રી નમિનાથ (સ્વામી)ની ગાન્ધારી દેવીનો વેતવર્ણ, હંસનું વાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથ વરદ અને તલવારથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં બીજોરું અને કુંભ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧૮ ___तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कूष्माण्डी देवी कनकवर्णा सिंहवाहनां चतुर्भुजां मातुलिङ्गपाशयुक्तदक्षिणकरां पुत्राङ्कुशान्वितवामकरां चेति' ॥२२॥ ' અર્થાત–તેઓ [ શ્રી નેમિનાથપ્રભુના જ તીર્થમાં ઉત્પન્ન થએલી કૂષ્માડી (અંબિકા) દેવીને સુવર્ણવર્ણ, સિંહનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણું બે હાથમાં બીરું અને પાશ શેભે છે, તથા ડાબા બે હાથ પુત્ર અને અંકુશથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૧૯
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां पद्मावती देवी कनकवर्णो कुर्कुटवाहनां चतुर्भुजां पद्मपाशान्वितदक्षिणकरां फलाङ्कुशाधिष्ठितवामकरां चेति' ॥२३॥ ' અર્થાત તેઓ (શ્રીપાર્શ્વનાથપ્રભુ )ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી પદ્માવતી દેવીને સુવર્ણવર્ણ, કુકુંટ [જાતિના સપનું] વાહન, અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ કમલ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ફલ
१ मातुलिङ्गशूल इत्यपि पाठः ।