________________
શ્રી સતિકર સ્તવન
૨૫ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां सुतारादेवीं गौरवर्णी वृष(भ)वाहनां चतुर्भुजा वरदाक्षसूत्रयुक्तदक्षिणभुजां कलशाङ्कुशान्वितवामपाणिं चेति' ॥९॥
અર્થા–તેઓ ( શ્રીસુવિધિનાથસ્વામી )ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી સુતારાદેવીને ગૌરવર્ણ, વૃષભવાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં કલશ અને અંકુશ શેભે છે, આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૬
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां अशोकादेवीं मुद्गवर्णा पद्मवाहनां चतुर्भुजां वरदपाशयुक्तदक्षिणकरां फलाङ्कुशयुक्तवामकरां चेति' ॥१०॥
અર્થાત–તેઓ (શ્રી શીતલનાથ સ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી અશોકાદેવીને નીલવર્ણ, પાનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ફલ અને અંકુશ શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૭ ___'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां मानवीं देवीं गौरवर्णा सिंहवाहनां चतुर्भुजां वरदमुद्गः रान्वितदक्षिणपाणिं कलशाङ्कुशयुक्तवामकरां चेति' ॥११॥ ' અર્થાત્ –તેઓ (શ્રીશ્રેયાંસનાથસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી માનવી (શ્રીવત્સા)દેવીને ગૌરવર્ણ, સિંહનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણું બે હાથ વરદ અને મુગરથી વિભૂષિત છે. તથા ડાબા બે હાથમાં કલશ અને અંકુશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૮
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां प्रचण्डादेवीं श्यामवर्णा अश्वारूढां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां पुष्पगदायुक्तवामपाणि चेति' ॥१२॥ ' અર્થાત્ –તેઓ ( શ્રીવાસુપૂજ્ય સ્વામી ) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી પ્રચંડા(પ્રવરા)દેવીને શ્યામવર્ણ, ઘેડાનું વાહન તથા ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં પુષ્પ અને ગદા શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં.૧૦૯
'तस्मिन्नेव तीर्थ समुत्पन्नां विदितादेवी हरितालवर्णा पद्मारूढां चतुर्भुजां बाणपाशयुक्तदक्षिणपाणि धनुर्नागयुक्तवामपाणिं चेति' ॥१३॥
અર્થાત તેઓ (શ્રીવિમલનાથ સ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી વિદિતાદેવીને હરિતવર્ણ, પદ્મનું આસન અને ચાર ભુજા છે, તેમાં જમણું બે હાથ બાણ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ધનુષ્ય અને નાગ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૧૦