________________
૨૪૪
મહામાભાવિક અવસ્મરણ. અર્થા–તેઓ (શ્રીઅભિનંદનસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી કાલિકાદેવીને શ્યામવર્ણ, કમલનું આસન તથા ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશ શેલે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૧ ___ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां महाकाली देवी सुवर्णवर्णी पद्मवाहनां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणकरां मातुलिङ्गाङ्कुशयुक्तवामभुजां चेति' ॥५॥
અર્થા–તેઓ (શ્રીસુમતિનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી મહાકાલી દેવીને સુવર્ણવર્ણ, પદ્મનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૨ ___ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नामच्युतां देवीं श्यामवर्णा नरवाहनां चतुर्भुजां वरदवी'णान्वितदक्षिणकरां कार्मुकाभयवामहस्तां चेति' ॥६॥
અર્થા–તેઓ (શ્રીપદ્મપ્રભુસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી અય્યતા દેવીને શ્યામવર્ણ, નરવાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને વીણા (બાણ)થી વિભૂષિત છે. તથા ડાબા બે હાથમાં ધનુષ અને અભય શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૩
तस्मिन्नेव तीर्थ समुत्पन्नां शान्तादेवीं सुवर्णवर्णा गजवाहनां चतुर्भुजां वरदाक्ष सूत्रयुक्तदक्षिणकरां शूलाभययुतवामहस्तां चेति' ॥७॥
અર્થાત–તેઓ (શ્રી સુપાર્શ્વનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી શાન્તા દેવીને સુવર્ણવણ, હાથીનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં શૂળ અને અભય શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૪
તમન્ના તીર્થ મુત્પન્નાં મૃકુટિવેથી પત્તવર્ધા વરદ (વિર૪) વાનાં ચતુ र्भुजां खड्गमुद्गरान्वितदक्षिणभुजां फलकपरशुयुतवामहस्तां चेति' ॥८॥
અર્થાત–તેઓ (શ્રી ચંદ્રપ્રભુસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી ભૃકુટી (વાળા) દેવીને પીળોવર્ણ, વરાહનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથ તલવાર અને મુદુગરથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ઢાલ અને પરશુ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૫
१ बाण इत्यपि पाठः । २ विराल इत्यपि पाठः ।