________________
૨૪૩
શ્રી સતિકર સ્તવન. [देव्यश्चक्रेश्वर्यजिता दुरितारी काली महाकाली। अच्युता शान्ता ज्वाला सुतारकाऽशोका श्रीवत्सा ॥ चण्डा विजयाऽङ्कशी पन्नगेति निर्वाण्यच्युता धारिणी ।
वैरोटयाच्छुप्ता गान्धार्यम्बा पद्मावती सिद्धा ॥] અર્થ-દેવીઓ આ પ્રમાણે છે
ચકેશ્વરી, અજિતા, દુરિતારી, કાલી, મહાકાલી, અશ્રુતા, શાંતા, ક્વાલા, સુતારકા, અશકા, શ્રીવત્સા, ચંડા, વિજયા, અંકુશા, પન્નગા, નિર્વાણી, અય્યતા, ધારિણી, વૈરેટયા, અચ્છમા, ગાંધારી, અંબા, પદ્માવતી અને સિદ્ધા.
ભાવાર્થ-આ ચોવીશ શાસનદેવીઓનું વર્ણન નિવાસ્ટિક' ગ્રન્થમાં આ પ્રમાણે આપેલું છે –
'तस्मिन्नेव तीर्थे समुत्पन्नामप्रतिचक्राभिधानां यक्षिणी हेमवर्णा गरुडवाहनामष्टभुजां वरदवाणचक्रपाशयुक्तदक्षिणकरां धनुर्वनचक्राङ्कुशवामहस्तां चेति' ॥१॥
અર્થાતુ-તેઓ (શ્રીષભદેવસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી અપ્રતિચક્રા (ચકેશ્વરી) દેવીને સુવર્ણવર્ણ, ગરૂડનું વાહન અને આઠ ભુજા છે. તેમાં જમણું ચાર હાથ વદ, બાણ, ચક અને પાશથી વિભૂષિત છે. તથા ડાબા ચાર હાથમાં ધનુષ, વજ, ચક્ર અને અંકુશ શેભી રહેલાં છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૯૮
'तस्मिन्नेव तोथै समुत्पन्नामजिताभिधानां यक्षिणी गौरवर्णी लोहासनाधिरूढां चतुभुजां वरदपाशाधिष्ठितदक्षिणकरां बीजपूरकाशयुक्तवामकरां चेति' ॥२॥ ' અર્થાતેઓ (શ્રી અજિતનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી અજિતા યક્ષિણીને ગૌરવર્ણ, લેહાસનાધિરૂઢ અને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે. તથા ડાબા બે હાથમાં બીજોરું અને અંકુશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં ૯ ___ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां दुरितारिदेवी गौरवर्णी मेषवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्तदक्षिणकरां फलाभयान्वितवामकरां चेति' ॥३॥
અર્થા–તેઓ (શ્રીસંભવનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલી દુરિતારિદેવીને ગૌરવર્ણ, બકરાનું વાહન અને ચાર ભુજા, તેમાં જમણુ બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે તથા ડાબા બે હાથમાં ફલ અને અભય શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૧૦૦
_ 'तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कालिकादेवीं श्यामवर्णा पद्मवाहनां चतुर्भुजां वरदपाशाधिष्ठितदक्षिणभुजां नागाङ्कशान्वितवामहस्तं चेति' ॥४॥