________________
શ્રી સંતિકર સ્તવન.
૨૩૯
અર્થાત–તેઓ (શ્રીસુપાર્શ્વનાથસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા માતંગ નામના યક્ષને નીલવર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજાવાળો છે. તેમાં જમણું બે હાથ શિવ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં નકુલ અને અંકુશ શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૮૦
तत्तीर्थोत्पन्नं विजययक्ष हरितवर्ण त्रिनेत्रं हंसवाहनं द्विभुज दक्षिणहस्ते चक्रं वामे मुद्गरमिति' ॥८॥
અર્થાત–તેઓ (શ્રીચંદ્રપ્રભસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા વિયે નામના રાક્ષને હરિતવર્ણ, ત્રણ લોચન, હંસ વાહન અને બે ભુજા છે. તે પિકી જમણા હાથમાં ચક અને ડાબા હાથમાં મુગર છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં.૮૧ ___'तत्तीर्थोत्पन्नमजितयक्ष श्वेतवर्ण कूर्मवाहनं चतुर्भुज मातुलिङ्गाक्षसूत्रयुक्तदक्षिणपाणिं नकुलकुन्तान्वितवामपाणिं चेति' ॥९॥ ' અર્થાત–તેઓ (શ્રીસુવિધિનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા અજિત નામના યક્ષને શ્વેતવર્ણ, કૂર્મ વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણુ બે હાથમાં માતલિંગ અને જપમાળા શોભે છે, તથા ડાબા બે હાથ નોળીઓ અને ભાલાથી શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૮૨ __ 'तस्मिस्तीर्थे समुत्पन्नं ब्रह्मयक्षं चतुर्मुखं त्रिनेत्रं धवलवर्ण पद्मासनमष्टभुजं मातुलिङ्ग मुद्गरपाशाभययुक्तदक्षिणपाणिं नकुलगदाङ्कुशाक्षसूत्रान्वितवामपाणि चेति' ॥१०॥
અર્થાતુ-તેઓ (શ્રીશીતલનાથ સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા બ્રહ્મા નામના યક્ષના ચાર મુખ, ત્રણ નેત્ર, ધવલવર્ણ, કમલનું આસન, અને આઠ ભુજા છે. તેમાં જમણ ચાર હાથમાં બીરું, મુગર, પાશ અને અભય શેભે છે, તથા ડાબા ચાર હાથ નેળીએ, ગદા, અંકુશ અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૮૩
'तत्तीर्थोत्पन्नमीश्वरयक्षं धवलवर्ण त्रिनेत्रं वृषभवाहनं चतुर्भुजं मातुलिङ्गगदान्वितदक्षिणपाणि नकुलकाक्षसूत्रयुक्तवामपाणि चेति' ॥११॥
અર્થાત્ તેઓ (શ્રીશ્રેયાંસનાથસ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ઇશ્વર નામના યક્ષને શ્વેતવર્ણ, ત્રણ નેત્ર, બળદનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણા બે હાથમાં બીરું અને ગદા શેભે છે તથા ડાબા બે હાથ નેળીઓ અને જપમાળાથી વિભૂષિત છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૮૪
'तत्तीर्थोत्पन्नं कुमारयक्ष श्वतवर्ण हंसवाहनं चतुर्भुजं मातुलिङ्गबाणान्वितदक्षिणपाणि नकुलकधनुर्युक्तवामपाणिं चेति ॥१२॥