________________
२३८
મહામાભાવિક અવસ્મરણ. 'तस्मिंस्तीर्थ समुत्पन्न त्रिमुखयक्षेश्वरं त्रिमुखं त्रिनेत्रं श्यामवर्ण मयूरवाहनं षट्भुजं नकुलगदाभययुक्तदक्षिणपाणिं मातुलिङ्गनागाक्षसूत्रान्वितवामहस्तं चेति॥३॥ ' અર્થા–તેઓ (શ્રીસંભવનાથસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ત્રિમુખ નામના યક્ષ ને ત્રણ નેત્ર, ત્રણ મુખ, શ્યામવર્ણ, મેરનું વાહન અને છ હાથ છે. તેમાં જમણ ત્રણ હાથ નકુલ, ગદા અને અભયથી વિભૂષિત છે તથા ડાબા ત્રણ હાથમાં બીજે, નાગ અને અક્ષસૂત્ર શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૬
'तत्तीर्थोत्पन्नमीश्वरयक्षं श्यामवर्ण गजवाहनं चतुर्भुज मातुलिङ्गाक्षसूत्रयुतदक्षिणपाणिं नकुलाङ्कशान्वितवामपाणि चेति' ॥४॥
' અર્થા–તેઓ (શ્રીઅભિનન્દન સ્વામી)ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા ઈશ્વર નામના યક્ષને શ્યામવર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજા છે. તેમાં જમણું બે હાથ બીજોરું અને જપમાલાથી વિભૂષિત છે તથા ડાબા બે હાથમાં નકુલ અને અંકુશ શેભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૭
'तत्तीर्थोत्पन्नं तुम्बरुयक्षं गरुडवाहनं चतुर्भुज वरदशक्तियुतदक्षिणपाणिं नागपाशयुक्तवामहस्तं चेति' ॥५॥
અથ-તેઓ (શ્રીસુમતિનાથ સ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા તુંબરૂ નામના યક્ષને [ સફેદ વણ” ), ગરૂડવાહન અને ચાર ભુજા છે. તેમાં જમણું બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે તથા ડાબા બે હાથમાં [ ગદા અને નાગપાશ શોભે છે. આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૮ __ 'तत्तीर्थोत्पन्नं कुसुमं यक्ष नीलवर्ण कुरङ्गवाहनं चतुर्भुज फलाभययुक्तदक्षिणपाणि नकुलकाक्षसूत्रयुक्तवामपाणि चेति' ॥६॥
અર્થાત–તેઓ (શ્રીપદ્મપ્રભુસ્વામી) ના જ તીર્થમાં ઉત્પન્ન થએલા કુસુમ નામના યક્ષને નીલ વર્ણ, હરણનું વાહન અને ચાર હાથ છે. તેમાં જમણું બે હાથ ફૂલ અને અભયથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં નેળીઓ અને અક્ષસૂત્ર શોભે છે–આકૃતિ માટે જુઓ ચિત્ર નં. ૭૯
'तत्तीर्थोत्पन्नं मातङ्गयक्षं नीलवर्ण गजवाहनं चतुर्भुजं वित्तपाशयुक्तदक्षिणपाणिं नकुलाङ्कुशान्वितवामपाणिं चेति' ॥७॥ १-२ 'शीतद्युतिच्छवितनुर्वरशक्तियुक्तहस्तो गदोरगपपाशगवामपाणिः । यो वैनतेयगमनो दुरीतापहारी यक्षः स तुम्बर इह प्रथितप्रभावः ॥३०॥ –જાઓ શ્રીમત્રાધિરાજ ચિંતામણિ અંતર્ગત
શ્રીમત્રાધિરાજ કલ્પ પૃ. ૨૪૩