________________
૨૨૮
મહામાભાવિક નવસ્મરણ, પ્રિયંકર રાજાની આ કથા સાંભળીને, બુદ્ધિશાળી માણસોએ આ સંસારમાં શુભ ધ્યાન, જિનેશ્વરદેવ અને સદ્દગુરૂઓને પ્રણામ, દાન વગેરે ધર્મકાર્યોમાં પ્રયત્ન કરે, કે જેનાથી રાજ્યસુખ અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય.-૨૮૬
વિશાલરાજ સૂરીશ્વરના (શિષ્ય) સુધાભષણ સગુરુના શિષ્ય જિનસૂર નામના મુનિએ સુકૃતને માટે આ કથાની રચના કરી, જેઓ કલ્યાણને કરવાવાળી એવી ઉપસર્ગહરસ્તોત્રના પ્રભાવનું વર્ણન કરતી એવી આ કથાને સાંભળે છે અથવા બીજાઓને વાંચી સંભળાવે છે, તેઓ સુખ અને કલ્યાણને પ્રાપ્ત કરે છે.-૨૮–૨૮૮