________________
પ્રિયંકર નૃપ કથા
૨૨૦ અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એ પાંચ પ્રકારના દાન મથેનાં પહેલાં બે દાનથી મોક્ષની પ્રાપ્તિ તથા બાકીનાં ત્રણ પ્રકારના દાનથી ભેગ સુખ વગેરેની પ્રાપ્તિ કહેલી છે.”—૨૮૧
પછી અંત સમય આવતાં, સંપૂર્ણ આયુષ્ય ભોગવીને, ધર્મની આરાધના, અનશન વગેરે બહુ પુણ્યકાર્યો કરીને, પ્રિયંકર રાજા સૌધર્મ દેવલોકમાં ઈદ્રની સમાન ત્રાદ્ધિવાળે દેવ થયો. ત્યાંથી ચવીને અનુક્રમે મહાવિદેહક્ષેત્ર'માં જશે. તેના કેટલાક પુત્રો પ્રિયંકરની માફક પિતાથી સવાયા થયા. શ્રીસ્થાનાંગ સૂત્રના ચોથા સ્થાનકમાં આ પ્રમાણે કહેલું છે –“પુત્રો ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે (૧) અતિજાત-પિતાથી પણ વધારે ગુણવાન, (૨) સુજાત–લાયક, ખાનદાન (૩) આણુજાત-પિતાથી સહેજ ઉતરતા અને (૪) કુલાંગાર-કુલની આબરૂને બટ્ટો લગાડનારા. આ જ પ્રમાણે ચાર પ્રકારના શિષ્યો પણ જાણવા.” [ગ્રંથકાર દષ્ટાંત આપી સમજાવે છેઃ—]
सहकारश्च सुजातं कूष्माण्डीबीज पूरमतिजातम् । वटतरुफलं कुजातं भवति कुलाङ्गामिक्षुफलम् ॥२८२॥ अतिजातोऽधिकस्तातात्, सुजातः स्वसमः पितुः। अपजातो गुणहीनः कुलाङ्गारः कुलान्तकः॥२८३॥ नाभि रिसहो पढमो बीओ आइच्चमहजसा दुन्नि । तइओ आइच्चजसो चउत्थो होइ कंडरीओ ॥२८४ ॥ 'उपसर्गहर' स्तोत्रं, ये ध्यायन्ति दिवानिशम् ।
तेषां प्रियङ्करस्येव, सम्पदः स्युः पदे पदे ॥२८॥ આંબો સુજાત સમજ, કોળું અને બીજોરું અતિજાત; વડના ટેટા કુજાત સમજવા અને શેરડી કુલાંગાર હોય છે.-૨૮૨
જે પિતાથી સવાયો હોય તે અતિજાત, પિોતાના પિતાની બરાબર હોય તે સુજાત; જે ગુણ વગરને હોય તે અપજાત અને જે કુલને નાશ કરે તે કુલાંગાર સમજો.-૨૮૩
પહેલા (અતિજાત) શ્રી નાભિરાજાના પુત્ર વડષભદેવ, બીજા (સુજાત) આદિત્ય અને મહાયશ, ત્રીજા (અપજાત) આદિત્યયશા અને એથે (કુલાંગાર) તે કંડરીક થયે–૨૮૪
જે (મન) રાત અને દિવસ ઉપસર્ગહર સ્તોત્રનું ધ્યાન ધરે છે, તેમને પ્રિયંકર રાજાની માફક પગલે પગલે સંપત્તિ આવી મલે છે.-૨૮૫
આ પ્રમાણે શ્રી પ્રિયંકર રાજા શ્રી જિનશાસનની પ્રભાવના કરનાર મહાશ્રાવક થયા.