________________
મહાપ્રાભાવિક તવસ્મરણુ.
[ શત્રુંજય ] તીને વિષે સાધર્મિક વાત્સલ્ય, સંઘની પૂજા-ભક્તિ, ગરીમાને ઉદ્ધાર અને દાનશાળા વગેરે પુણ્યકાર્યો કર્યાં.... કેમકે—
२२९
"विवाहे तीर्थयात्रायां, चन्द्रे मित्रे सुरालये । वस्त्रदानमिदं श्रेष्ठ, सत्पात्रे विशेषतः
રા
લગ્ન પ્રસંગે, તીયાત્રા વખતે, ચંદ્રગ્રહણ વખતે, તથા જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે વસ્ત્રનું દાન દેવું તે ઉત્તમ કહેવુ છે, તેમાં પણ સુપાત્રમાં આપેલું દાન વિશેષ કરીને ઉત્તમ છે.”-૨૭૭
તેના પિતા પાસદત્ત શેઠે તલેટીમાં સ્વગૅ જવાથી, તેઓના નામની શ્રીશત્રુ જય પર એક દેરી કરાવી, ( અને ) તે ઠેકાણે મેટા ઉત્સવ કરીને રાજા પોતાના ઘેર (રાજધાનીમાં) પાછા આવી પહોંચ્યા. તે દિવસથી (શ્રીઋષભદેવ પ્રભુની) સેાનાની ચરણ પાદુકા, રાયણના વૃક્ષ સહિત કરાવીને, રાજા પોતાના ઘેર પૂજવા લાગ્યા. પછી ઘડપણ આવતાં પુણ્ય કરવાના અવસર જાણીને, રાજા પેાતાના પુત્રને રાજ્ય આપવાની ઇચ્છાવાળા તે તેને (આ પ્રમાણે) શિખામણ આપવા લાગ્યું કેઃ
હે પુત્ર ! સ્વામિની (પત્ની ) ઉપર કૈાપ, પ્રિય માણસ સાથે અભિમાન, યુદ્ધમાં ભય, બંધુઓમાં ખેઢ, દુર્જન પ્રત્યે સરલતા, સજ્જનની સાથે લુચ્ચાઇ, ધમાં સંશય—શકા, ગુરૂજનનું અપમાન, લેાકેા સાથે અશૂન્ય વિવાદ, જ્ઞાતિજના સાથે ગ, દુઃખી જનાના તિરસ્કાર અને નીચ માણસ સાથે પ્રેમ કરીશ નહિ.”૨૭૮
જીભ સાચુ એલિજે, રાગ રાસ ફિર દર, ઉત્તમસુ સંગિત કરો, લાભઇ સુખ જિમ ભૂરિ.-૨૯
જિણવર દેવ આરાહીઇ, નીહિ સહગુરૂ ભત્તિ;
સૂધા ધમ્મ જ સેવીઇ, રહીઇ નિરમલ ચિત્તિ-ર૮૦
ઉપરની બંને ગાથાઓના પહેલા અક્ષરા ‘જીરાઉલા’ અને ગ્રંથકર્તા જિનસુર’ ના નામનું સુચન કરે છે.
આ પ્રમાણે પોતાના પુત્ર જયકરને પેાતાના પદે સ્થાપન કર્યા. [ અને ] રાજા
શિખામણ આપીને શુભ મુહૂતે તેને ધકૃત્ય કરવા લાગ્યા. આઠમ તથા ચઉદશના દિવસે પૌષધ ગ્રહણ કરવા લાગ્યા તથા સુપાત્રમાં દાન દેવા લાગ્યા. કારણ કેઃ——