________________
મહાપ્રાભાવિક તવસ્મરણ,
અને જંગમ વિષની શાંતિ થાય છે. પહેલી, બીજી અને ત્રીજી ગાથા ગણવાથી મનુષ્યા અને તિર્યંચાને ભયંકર રોગ, દુઃખ, દુતિ, નીચકુળ વગેરેની પ્રાપ્તિ થતી નથી, અને સુખ, સારી ગતિ, સૌભાગ્ય, લક્ષ્મી અને મહત્તા વગેરેની પ્રાપ્તિ થાય છે. ચાર ગાથા ગણવાથી તમામ ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. આ સ્તંત્રની (પાંચ ગાથાઓની) અંદર શ્રીપાįચિંતામણિ નામના શ્રીભષાહુસ્વામીએ મત્ર ગોપવેલા છે. પાંચે ગાથાઓ સારી રીતે ગણવાથી આલાક અને પરલેાકનુ કાર્ય કરનાર આ સ્તેાત્ર છે. (વળી) એમાં અનેક મત્રા સ્તંભન-વશીકરણ વિદ્વેષણ-ઉચ્ચાટન વગેરેના ગોપવેલા છે. તે મત્રો અને યત્રો તેની વૃત્તિ ઉપરથી જાણી લેવાં.
૨૧૮
પછી રાજા ગુરૂને વંદના કરીને પેાતાના સ્થાને ગયા. રાજા તે દિવસથી] રાત્રિના વખતે પાસે આવેલા શ્રીપાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં એક પહેાર સુધી ઉપસતુર સ્તવના જાપ અને ધ્યાન કરવા લાગ્યા.
એક વખતે પ્રિયંકર રાજા રાતના વખતે ધૂપ લઇને તે સ્તવનું ધ્યાન કરવા માટે શ્રીપાર્શ્વનાથ પ્રભુના જિનમંદિરમાં ગયા. નાકરા દેરાસરની બહાર બેઠા હતા. એવામાં સવાર થઇ ગઇ, સભામાં રાજપુછ્યા આવી પહોંચ્યા—“ હજુસુધી રાજા સભામાં કેમ નથી આવ્યા” એ પ્રમાણે પ્રધાના વગેરે સર્વ સભાસદોએ અંગરક્ષકાને પૂછ્યું. તેઓ બાલ્યા–રાન્ત દેરાસરમાંથી બહાર નીકળ્યા જ નથી, પ્રધાના ત્યાં ગયા. એટલે મૂળદ્વારના (ગભારાના) બારણા બ`ધ થએલા જોયા, પછી બારણાના છિદ્રમાંથી તેઓએ અંદર જોયું તે। શ્રીપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સુગંધીવાળા ફૂલેથી પૂજન કરાએલી અને આગળ એક દીપક બળતા જાયે, પરંતુ રાજા ત્યાં આગળ બેઠેલા દેખાયા નહિ. તેઓએ મનમાં વિચાર્યું કે-રાજાને ઉંઘ આવી ગઇ હોય. પરંતુ દેવમંદિરની ૮૪ આશાતનાના ભયથી તેમ પણ રાજાએ કર્યું હાય એવું લાગતું નથી. છતાં પણ પ્રધાનાએ મીઠાં મીઠાં વચનોથી રાજાને બેલાબ્યા કે-“(હું સ્વામીત્!) આપ રાજ બિરાજો છે તે સભાને અલ'કૃત કરે. પ્રભુના મુખકમળનુ દન કરવા માટે સૂર્ય પણ ઉંચે ચડી ગયા છે. અને સર્વ સભાજના પણ પ્રણામ કરવા માટે ઉંચા શ્વાસે ઊભા છે.” તેપણુ અંદરથી કાઇ પણ ખેલ્યુ નહિ. મંત્રિએ વિચાર્યું કે:“કાઇ દેવ અથવા વિદ્યાધર તેને હરી ગયેલ છે.” પછી દેરાસરના બારણા ઉઘાડવાને માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યાં, પણ તે પુણ્યહીનના મનારથાની માફક નિષ્ફળ ગયા. કુહાડાઓ પણ બધા ખુઠ્ઠા થઇ ગયા અને દેવતાએ વાસેલાં ખારણાં કોઇપણ ઉઘાડવાને શક્તિમાન થયું નહિ. પછી મત્રિએ ધૂપ વગેરે કાર્ય કર્યું, ત્યારે દેરાસરનેા અધિષ્ઠાયક દેવ બોલ્યે! કે- (હે મંત્રિ !) વૃથા પ્રયત્ન ન કર. પુણ્યવત