________________
૨૧૦
મહામાભાવિક નવસ્મરણ. રાજન ! ચાય કરે, નહિ તો અમે બીજા રાજા પાસે જઈશું. રાજાએ મંત્રિને કહ્યું કે– કંઈક બુદ્ધિ લડાવો. તે બે-સભામાં સેળ ગજ લાંબી, પહોળી, સમરસ શિલા છે કે જેના ઉપર સાર્થવાહ ભટણું ધરે છે. તે શિલાને જે એક જ હાથે ઉપાડે તે જ આ પ્રિયંકરને પુત્ર તરીકે લઈ શકે. પછી પ્રથમ આવેલ અતિથિ પિતાએ તે શિલા રમત માત્રમાં એક જ હાથે ઉપાડીને માથા ઉપર છત્ર રૂપ ધારણ કરી, બધાને આ જોઈને આશ્ચર્ય થયું. મન્નેિ બોલ્યો કે- આ કોઈ સામાન્ય માણસ નથી. રાજાએ કહ્યું કે-તું પિતા નથી લાગતું, પરંતુ દેવ, દાનવ કે કોઈ વિદ્યાધર લાગે છે. [આ] સ્ત્રીઓ પણ મનુષ્ય લેકની સ્ત્રીઓ નથી, પરંતુ દેવાંગનાઓ કે વિદ્યાધરીઓ છે. તું શા માટે અમને મુઝવણમાં નાખે છે? તારા મૂળ સ્વરૂપ ને પ્રગટ કર !
પછી તે દેવરૂપે પ્રગટ થયે અને સ્ત્રીઓ પણ અદશ્ય થઈ ગઈ. [ તે દેવ કહેવા લાગે કે – ] “હે રાજેન્દ્ર! હું તારા રાજ્યને અધિષ્ઠાયક દેવ છું તારે મરણ સમય જણાવવાનું અને રાજ્યોગ્ય પુરુષને રાજ્યપર સ્થાપન કરવાને માટે હું અહીં આવ્યો છું, પરંતુ તું હજુ બહુ તૃષ્ણાથી તલિત છે. કહ્યું છે કે –
___ " अङ्गं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्डम्।
वृद्धा याति गृहीत्वा दण्डं, तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ २२१॥" અંગ ગળી ગયું, મસ્તકના વાળ ધોળા થઈ ગયા, મહું દાંત વગરનું થઈ ગયું અને વૃદ્ધ થવાથી લાકડી લઈને ચાલવા લાગ્યું. તે પણ માણસ આશા રૂપી પિંડને છોડતો નથી.”
ઘડપણ આવ્યા પછી કોઈનાથી કાંઈ પણ કરી શકાતું નથી.
“બલ હુતી (તિ) હઉ પામઉ એલેન ધન ઢોર |
એ ત્રણ વિમાસણ કરિ વેસા ચારણ ચેર રરર શક્તિ હોવા છતાં પણ હું એકલા ધન અને પશુઓને મેળવું છું તે નિરર્થક છે; કારણ કે ધન મેળવવા માટે તે વેશ્યા, ચારણ અને ચાર પણ વિમાસણ કરે છે. અર્થાત્ ધન એકઠું કરીને દાન ન દીધું તે તે મેળવેલું નિરર્થક જ છે.
તારા મનમાં એ પણ વિચાર નથી આવતો કે-હું હવે વૃદ્ધ થઈ ગયો છું, તેથી કોને રાજ્ય સોંપું ? જીર્ણ થઈ ગએલા થાંભલાને ભાર નવીન થાંભલા ઉપર સ્થાપન કરું. રાજાએ પૂછ્યું કે –“મારૂં મરણ કયારે થશે.” દેવ બોલ્યા કે –“આજથી સાતમા દિવસે તારું મરણ છે.” આ પ્રમાણે સાંભળીને રાજા ભય પામ્યું. કારણકે -