________________
પ્રિયંકર તૃ૫ કથા
२०४
ચંદ્રમામાં કલંક, કમળની નાલમાં કાંટા, સમુદ્રના પાણીમાં ખારાશ, પંડિતમાં નિર્ધનતા, સુંદર સ્ત્રીઓમાં વૈધવ્ય અને સ્વજનોને વિયેગ, ધનવાનમાં કંજુસાઈ; [ ખરેખર!] દૈવ રત્નમાં દોષ જ મૂકનારે છે.”
કેટલાક માણસો તેની પ્રશંસા કરવા લાગ્યા, કેટલાક નિંદા કરવા લાગ્યા, કેટલાક પશ્ચાતાપ કરવા લાગ્યા, કેટલાક વિધાતાને દોષ દેવા લાગ્યા, કેટલાક તેની હાંસી કરવા લાગ્યા, તો પણ તે તો ગુસ્સે ન જ થયે, અર્થાત્ પ્રિયંકર તે શાંત જ રહ્યો. કેમકે –
વાવાણ જણ બુલણા નાહ ન કીજઇ રસ;
નાઈ કાપડ પાણુ ચંગધ માણસ દોસ, ર૨૦માં હે નાથ ! માણસનું બોલવું તે પવનના ઝપાટા જેવું છે, તેથી ગુસ્સે થવાની કાંઈ જરૂર નથી........ કારણ કે ] સારા માણસમાં પણ દેષ હોય છે.”
પછી વૃદ્ધ સ્ત્રી બોલી કે –“હે રાજન ! આ મારા પુત્રને મુક્ત કરો.”
રાજાએ કહ્યું કે –“એણે મારા ખજાનામાંથી લક્ષ મૂલ્યનો હાર લઈ લીધો હતે; (એટલે તેને) કેવી રીતે છોડી મૂકું?”
વૃદ્ધા બોલી કે –“હું તેને દંડ આપીશ.” રાજા બોલ્યો કે તું ત્રણ લાખ દ્રવ્ય આપે તે જ આને છુટકારો થાય! તે બોલી કે-ત્રણ લાખથી પણ વધારે આપીશ, પણ તેને છુટા કરે.
રાજ બોલ્યો કે-આને પિતા કયાં છે ? વૃદ્ધા બોલી કે–સ્વામિન ! તેઓ ઉતારે છે. તેથી તેને બોલાવીને રાજાએ પૂછયું કે–આ પ્રિયંકર તારે શું થાય ? તેણે પણ કહ્યું કે-મારો પુત્ર થાય. બધું એ પ્રમાણે જ કહ્યું અને રાજાએ (તે) માની લીધું. મંત્રી બોલ્યા કે-આ બધું ખોટું છે. ખરેખર ! આ લોકો ધૂત લાગે છે. કુમારને પિતા પાસદત્ત શેઠ અને એની માતા પ્રિયશ્રી નામની અહીં જ વિદ્યમાન છે. તે બંનેને બોલાવીને પૂછી જુઓ. રાજા બોલ્યો કે તેઓને આ પાલક પુત્ર હશે. એમાં પૂછવાનું શું છે ? છતાં ભલે બોલાવો. પછી રાજાના તેડાવવાથી તે બંને જણા ત્યાં આવ્યા અને રાજાને પ્રણામ કર્યા. પ્રથમ બહારગામથી આવેલા અને ગામમાં રહેલાં એમ બંને માતાપિતા સરખી આકૃતિવાળા, સરખા રૂપવાળા, સરખી વાણીવાળા, સરખી ઉમરવાળા અને જાણે સાથે જ જેડકાં રૂપે ઉત્પન્ન થયાં ન હોય તેવાં દેખાવા લાગ્યાં. રાજા, મંત્રિ તથા સભાજને આશ્ચર્યમગ્ન થઈ ગયા.
[ પછી] રાજાએ મંત્રિને કહ્યું કે-“હે મંત્રિન્ ! ખરેખર તારું કથન જ સત્ય હિરે તેમ છે.” એટલામાં તેઓ પુત્રને માટે પરસ્પર વાદવિવાદ કરવા લાગ્યા કે—હે