________________
પ્રિયંકર તૃ૫ કથા
- આ પ્રમાણે સાંભળીને રાજા અને મંત્રિ ચિંતાતુર થયા. (પછી) રાજા દેવમંદિરમાં પૂજન-ભગ વગેરેની માનતાઓ કરવા લાગે તથા ગરીબ લોકેના ઉદ્ધાર માટે અન્નસત્રો વગેરે કરાવીને પુણ્ય કાર્ય કરવા લાગ્યો.
એક વખતે રાજા સભામાં આવીને બેઠે, એટલે તેને પ્રણામ કરવાને માટે સામંતો, શેઠિયા, સેનાપતિ, ખજાનચી, વ્યાકરણ શાસ્ત્રી, પુરોહિત વગેરે આવ્યા. તે વખતે પ્રિયંકર પણ રાજસભામાં જતો હતો, તે વખતે રસ્તામાં આકાશવાણી થઈ કે-હે કુમાર ! આજે તને રાજા તરફથી ભય ઉત્પન્ન થશે. ફરીથી વળી વાણી થઈ કે-ચોરની માફક તને બાંધવામાં આવશે એમ હું તને કહું છું. કુમાર ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો અને વિચાર કરવા લાગ્યું કે–મેં કોઈ પણ પ્રકારનો અન્યાય કર્યો નથી, રાજાને કાંઈ અપરાધ પણ કર્યો નથી, પરંતુ રાજાને વિશ્વાસ શે ? કારણ કે –“અગ્નિ, પાણી, સ્ત્રી, ભૂખ, સર્પ અને રાજકુટુંબ એનું હમેશાં સાવધાનીથી સેવન કરવું, (કારણ કે) એ છએ એક ક્ષણમાં પ્રાણ લઈ લે એવાં છે.”૨૦૮
અથવા સંભવ છે કે કોઈ દુર્જને આવું કાર્ય કર્યું હોય. કેમકે --
એવું કોઈ ઘર, દેવળ, કે રાજકુલ નથી, કે જ્યાં કોઈ પણ પ્રકારના કારણ વગર પણ બે ત્રણ દુર્જન પુરૂ ન જોવામાં આવે.”—૨૦૯
બઝઈ વારિ સમુદ્રહ, પંજરિ સીહ;.
જઈ બદ્ધા કુણુિં કહિઉ, દુજણ કેરિ છહ ર૧ સાગરનું પાણી બાંધી શકાય છે, સિંહને પાંજરામાં પૂરી શકાય છે; [ પરંતુ ] દુર્જનની જીભ કોઈએ બાંધી હોય તો કહી સંભળાવે. અર્થાત્ દુર્જનની જીભ કોઈનાથી વશ થતી નથી.”
નિરર્થક સંકલ્પ વિકલ્પ કરવાથી નુકશાન જ થાય છે. કેમકે રાજા પિતે જ કોઈ બહાનું શોધીને, ગમે તે કહીને દંડ કરશે તે ત્યાં ગુસ્સો કરવો નકામો છે. કેમકે “જે માણસ મળી શકે તેમ ન હોય તેના પ્રત્યે પ્રેમ, ખેલ પુરુષમાં સદુબુદ્ધિ, જડને ઉપદેશ, અને શક્તિ વગરના માણસને ક્રોધ નિરર્થક છે, તેમાં શક નથી.”—૨૧૧
જે થવાનું હોય તે ભલે થાય, એમ વિચારી આગળ ચાલ્યો. તેટલામાં ઉંચે સ્થાનેથી દેવી વાણી થઈ કે–તને રાજ્ય મળશે. આ પ્રમાણે સાંભળીને વિચારવા લાગ્યો કે–દેવી વાણી પરસ્પર વિરોધી જણાય છે. તો પણ સાહસ કરીને, રાજસભામાં જઈને જે તે રાજાને પ્રણામ કરવા ગયો કે તુરત જ એકાએક તેના માથા ઉપ