________________
10$
મહાપ્રાભાવિક નવસ્મરણ,
રથી પડતા એવા દેવવલ્લભ હારને સભાજનોએ અને રાજપુરૂષાએ જોયે. બધાને નવાઇ લાગી, સર્વે કહેવા લાગ્યા કે–જે હાર ખાવાઈ ગયા હતા, તે કુમાર પાસેથી મલી આવ્યા. તે કુમાર પણ ચિકત થઇ ગયા, અરેરે! ધ્રુવે આવું અનુચિત કેમ કર્યું? ઘણા વખતથી મેળવેલી મહત્તા આજે આ ચારીના કલકથી નાશ પામી અને મરણુ પાસે આવ્યું. માગમાં થએલી આકાશવાણી સત્ય ઠરી. કારણકેઃ—
“ચારીરૂપ પાપવૃક્ષનું ફળ આ ભવમાં વધ, બંધનાદિરૂપ, અને પરલેાકમાં નરકની વેદનારૂપ (ફળ )પ્રાપ્ત થાય છે.”-૨૧૨
પૂર્વ જન્મમાં મેં પણુ સીતાની માફક કોઇને પણ ખાટુ કલંક આપ્યું હશે, જેથી તે કમ અત્યારે મને ઉદયમાં આવ્યું. આ પ્રમાણે પ્રિયંકર વિચાર કરે છે. તેવામાં અશાકચવ રાજાએ કાટવાળને હુકમ કર્યાં કે-“[હે કાટવાળ ! ] ચારના દંડને લાયક એવા આ દુષ્ટ પ્રિયકરને શૂળીપર ચડાવે.” મંત્રિ આવ્યે[ હે સ્વામિત્!] આ પ્રિયંકરમાં આવી અધિત વાત કદાપિ સંભવતી નથી; એતા મહા ઉપકારી અને પુણ્યવંત છે.”
રાજાએ કુમારને પૂછ્યું કે−તું સાચું કહે! આ લક્ષ મૂલ્યવાળા હાર તે કયાંથી લીધે? ક્યાંથી પ્રાપ્ત થયે!? કોઇએ આપ્યા ? કે કોઇએ તારા ઘેર થાપણ તરીકે રાખેલા છે? સાચુ કહે !
કુમાર ખેલ્યે. કેઃ “હે સ્વામિન ! હું કાંઇપણ જાણતા નથી, આજ પર્યંત એ હાર મેં કદાપિ જોયા પણ નથી. હું રાજન્! આપના મનમાં જે વિચાર આવે તે પ્રમાણે કરે.”
રાજા એલ્યે! કે:-કેવી મીઠી વાણી! આ કેવા કળાવાન લાગે છે ! મત્રિ ખેલ્યા કેઃ-આ તે માન આપવાને લાયક છે, ચારના દંડને લાયક નથી, આ ખામતમાં વિચારીને કાર્ય કરવા જેવું છે. કારણ કેઃ
" सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् ।
वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥२९३॥ (-વિજ્ઞાતાનુંનીયે સ૦ ૨, પ્રો॰ રૂ૦)
વિચાર કર્યા વિના કાંઇ પણ કાર્ય કરવું નહિ, કારણકે અવિવેક એજ મેાટી આપત્તિનું સ્થાન છે. જેઓ વિચારીને કાર્ય કરે છે, તેઓને ગુણુથી આકર્ષાએલી એવી બધી સ ંપત્તિએ પાતાની મેળે આવી મળે છે.”
[વળી ] ડાહ્યા માણસેાએ સારા ગુણવાળુ કે ગુણવગરનુ` કા` કરતાં પહેલાં તેનુ પરિણામ વિવેકપૂર્વક વિચારી લેવું. [કારણ કે] અતિ ઉતાવળથી કરેલાં