________________
પ્રિયંકર નૃપ કથા પડયો. તેથી તેને કહ્યું કે-હું વિચાર કરીને કહું છું, [ કારણ કે ] વિચાર વગર કહેલું ઉલટું અનર્થને કરનારું થાય છે. કુમારે આ ] સાચું માની લીધું. પછી તે બ્રાહ્મણ બોલ્યો કે–] મારું એક જ કાર્ય તું કર-જે તું મંત્રિની પુત્રીને પ્રતિકાર ન કરે, તો હું મારી સ્ત્રીની માગણી રદ કરું. આ સાંભળીને કુમાર બો--મારી પ્રતિજ્ઞાને હું ભંગ નહિ કરું. બ્રાહ્મણ બો-આ ગુણવગરની કડવી જીભનો આદર કરો (જીભે બોલેલાને વળગી રહેવું) એગ્ય નથી. કુમાર બોયે-હાથીના દાંતની માફક (હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા જ)સજજને જે પ્રમાણે બોલ્યા તે પ્રમાણે કરવાના જ, કેમકે –
"गुरुआ न गणंति गुणे पडिवन्नं निग्गुणं पि पालंति । अहला सहला वि तरू गिरिणा सीसेण वुञ्झन्ति ॥१८१॥ दोषाकरोऽपि कुटिलोऽपि कलङ्कितोऽपि
मित्रावसानसमये विहितोदयोऽपि । चन्द्रस्तथापि हरवल्लभतां प्रयाति
न ह्याथितेषु महतां गुणदोषचिन्ता ॥१८२॥ अद्यापि नोज्झति हरः किल कालकूटं ___ कूर्मों विभर्ति धरणी किल चात्मपृष्ठे । अम्भोनिधिर्वहति दुःसहवाडवाग्नि
____ मङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति ॥१८३॥ જેવી રીતે પર્વત પિતાના મસ્તક પર ફળવાળાં અને ફળ વગરનાં ઝાડોને ઉપાડે છે તેવી રીતે મોટા માણસો ગુણની ગણના કર્યા વગર નિર્ગુણ એવા પણ સ્વીકારેલા કામનું પાલન કરે છે.–૧૮૧
ચંદ્રમા દેષની ખાણ સમાન, કુટિલ, કલંકિત, મિત્ર (સૂર્ય)ના મરણ (અસ્ત) વખતે ઉદય પામવાવાળો હોવા છતાં પણ તે મહાદેવને વલ્લભ છે. કેમકે મોટા પુરુષ આશ્રિતને વિષે ગુણદોષનો વિચાર કરતા નથી.-૧૦૨
જુઓ ! મહાદેવ હજુસુધી કાલકૂટ વિષને ત્યાગ કરતા નથી, કાચબો પિતાની પીઠ પર પૃથ્વીને ધારણ કરી રાખે છે; સમુદ્ર દુસહ એવા વડવાનલને ધારણ કરે છે. (ખરેખર) સજજને અંગીકાર કરેલ કાર્યનું બરાબર પાલન કરે છે.–૧૮૩
પછી તેને પ્રિયંકરે પૂછયું કે-આ ભેળી એવી અબલા ઉપર તારે શું વેર છે, કે જેથી તું એને હેરાન કરે છે સતાવે છે? કારણ કે –