________________
૧૯૮
મહામાભાવિક અવસ્મરણ.
થઇ અને યુધિષ્ઠિરે પિતાના ચાર ભાઈને તથા પટ્ટરાણીને જુગારમાં મૂક્યા, પ્રાય કરીને વિનાશન વખતે ઉત્તમ પુરુષોને પણ વિપરીત બુદ્ધિ ઉપજે છે.”
શું આ તે દેવની ચેષ્ટા છે? કે દુષ્ટજનનો વિલાસ છે? કે કમને વિલાસ છે? બધા કિંકર્તવ્યતા મૂઢ થઈ ગયા. [પછી ] કુમારે બ્રાહ્મણને કહ્યું કે–તારી સ્ત્રીને હું જાણતો હેલું કે સંતાડી હોય તો હું આ પ્રમાણે સોગન લઉ છું-ખાઉ છું:
જો તારી સ્ત્રીને મેં સંતાડી હોય તે, આ દુનિયામાં જ્યાં જીવહિંસા થતી હોય અને જ્યાં મૃષાવાદી જને વર્તતા હોય, તેઓનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તે ધર્મની નિંદા કરનાર, પંક્તિને ભેદ કરનાર, નિદ્રાને ભંગ કરનાર અને કંકાસને કરનાર હોય તેનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તો, જે અધમપુરુષો અહીં પારકાના ધનની ચોરી કરે છે, તેઓનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય છે, જે કૃતજ્ઞ પુરૂષ છે, વિશ્વાસનો ભંગ કરનારા છે અને પરદારાગમન કરનારા છે, તેઓનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તે, જેઓ પિતાની સ્ત્રીને છોડીને બીજે ભોગ-વિલાસ ભોગવે છે, તેઓનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તો, જેઓ બે પત્નીઓમાં પિતાના સ્નેહને વહેંચે છે, તેનું પાપ મને લાગો. જે તારી સ્ત્રીને મેં સંતાડી હોય તો, બેટી સાક્ષી આપનારા, પારકાને દ્રોહ કરનારા, પિતાને દ્વેષ કરનારા અને કુબુદ્ધિને આપવાવાળાને જે પાપ લાગતું હોય, તે પાપ મને લાગો.”—૧૭૪, ૧૫, ૧૬, ૧૭૭, ૧૭૮, ૧૯, ૧૮૦
બ્રાહ્મણ બોલ્યા કે –“ર કર્મવાળાના સોગનને હું માનતો નથી.” કુમારે કહ્યું કે –“તે તું મારું સર્વ ધન લઈ લે !” બ્રાહ્મણ બોલ્યો કે:-મારે બીજું કશું નથી જોઈતું, કેવળ મારી સ્ત્રી જ મને સોંપી દે.” કુમાર બેલ્યો કે-આ પ્રમાણે અસત્ય કલંક માથે વહોરવા કરતાં તે બહેતર છે કે સર્વથા મારે મારા પ્રાણોને જ તજી દેવા” એમ કહીને જોવામાં પિતાના હાથે તલવાર લેવા ગયો, તેવામાં બ્રાહ્મણ તેને હાથ અટકાવીને બે કે –“ (હે કુમાર !) સાહસ ન કર ! જે તું મારું કહેવું કરીશ, તે હું મારી સ્ત્રીને નહિ માગું” કુમાર હર્ષિત થઈને બે -તું જે કાંઈ કહીશ તે બધું હું કરીશ. [બ્રાહ્મણ બોલ્યો-] સાક્ષી કોણ? તેણે કહ્યું-પંચ. હવે તું કહે કે હું ઘર છોડીને પરદેશ જાઉં કે બાર વર્ષ વનમાં રહું? પૃથ્વિમાં ભ્રમણ કરું કે છંદગી સુધી તારે દાસ થઈને રહું?
બ્રાહ્મણ બોલે બહુ થયું ! તે કહ્યું તે બધું કાર્ય કર! ત્યાં પણ ધૂર્ત વાણીથી ઠગાઈ કરી, જેને નાચવું નહિ તેને આંગણું વાંકું. તે કુમાર બ્રાહ્મણના પગમાં