________________
પ્રિયંકર નૃ૫ કથા
૧૯૭ બાદ પોતાની પ્રિયાને મળવાને ઉત્સુક થએલો તે બ્રાહમણ સાત ગજ પ્રમાણુ મોટા શરીરવાળે અને પર્વત જે ઊંચો ઉત્તમ હાથી સિંહલદ્વીપમાંથી લાવીને પ્રિયંકરને ઘેર આવ્યો અને કુમારને આશીર્વાદ આપીને બેઠો. [પછી તે બોલ્યો કે - ]“હે કુમાર! તમારી મહેરબાનીથી હાથી વગેરે ધન મેળવીને સહીસલામત રીતે હું પાછો આવી પહોંચ્યો છે. આજ દિવસથી હું જે જીવું તે તારી મહેરબાની છે. તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. હું તમારા ઉપકારનો બદલો શી રીતે વાળીશ? અથવા આનું પુણ્ય તમને જ થાઓ ! હવે મારી પત્નિ પાછી સોંપે.” આ પ્રમાણે સાંભળીને વજથી આઘાત પામેલાની જેમ કુમાર બોલ્યો કે:-હે વિપ્ર ! તું જ તારી સ્ત્રીને પહેલાં લઈ ગયા છે અને અત્યારે ફરી પાછો આવીને કેમ માગે છે? સાત નિશાનીઓ પણ તે વખતે તે બતાવી હતી. હવે ઝઘડો શા માટે કરે છે? [મેં] જાણ્યું જાણ્યું–કે બ્રાહ્મણે આવા પ્રકારના કપટી અને ધૂર્ત જ હોય છે.”
બ્રાહ્મણ બોલ્યો કે –“હે કુમાર ! જેમ ફાવે તેમ ન બોલ! કપટી તો વાણિચા જ હોય છે. કેમકે -
દાંભિક લોકે દેવતાઓને પણ ઠગી લે છે, તો માણસોને ઠગે તેમાં તો શું મોટી વાત છે? એક વાણીયાએ દેવી અને યક્ષ-બંનેને એક લીલા માત્રમાં જ ઠગી લીધા હતા.” [વળી ] હું અહીંયાં આવ્યો જ નથી, તે સંબંધમાં હું સોગન ખાવા તૈયાર છું. માટે જે તું લેભ કરીને મારી સ્ત્રીને પાછી નહિ સોંપે, તો હું તને બ્રહ્મહત્યા આપીશ.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર ભય પામી ખિન્ન અને શ્યામ મુખવાળો થઈને હૃદયમાં વિચારવા લાગ્યો કે-કઈક દુષ્ટ વિદ્યાસિદ્ધ રૂપ પરાવર્તન કરીને સ્ત્રીને લઈ ગયે લાગે છે. હવે શું કરવું? બ્રાહ્મણ બોલ્યો-“હું અવશ્ય મારી સ્ત્રીને લઈને જ જવાને છું.” તેમ કહીને તે તેના ઘર આગળ અ લગાવીને બેઠો. આમ કરતાં તે બ્રાહ્મણને એક લાંઘણ થઈ. બધા સ્વજને ભેગા થઈને કહેવા લાગ્યા કે--પ્રિયંકર ભારે અવળે નીકળે. કેટલીક વખત વૃદ્ધો પણ અવળા થઈ જાય છે. કહ્યું છે કે –
"रामो हेममृगं न वेत्ति नहुषो याने न्ययुङ्क्त द्विजान्
विप्रस्यापि सवत्सधेनुहरणे जाता मतिश्चार्जुने । द्यूते भ्रातृचतुष्टयं च महिषीं धर्मात्मजो दत्तवान् ।
प्रायः सत्पुरुषो विनाशसमये बुद्धया परिभ्रश्यते ॥१७३॥ રામચંદ્ર સેનાના મૃગને ન જાણી શક્યા, નહુષ રાજાએ બ્રાહ્મણને વાહનમાં જેડ્યા, બ્રાહ્મણ પાસેથી પણ વાછરડા સહિત ગાયનું હરણ કરવાની અર્જુનને બુદ્ધિ